વિધાનસભાની 10 સીટો પર ફરી ચૂંટણી કરવાની માંગ સાથે હાઈકોર્ટમાં પિટીશન

ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (16:11 IST)

Widgets Magazine
gujarat election

ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં હારેલા અને ચૂંટણી નહી લડી શકેલા ઉમેદવારોએ ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ પીટીશનો કરી દસ બેઠકો ઉપર ફરી ચૂંટણી યોજવામાં આવે તેવી માગણી કરી છે. ગુજરાત હાઈકોર્ટમાં દસ જેટલા જુદા જુદા પીટીશનરો દ્વારા હાઈકોર્ટમાં પીટીશન કરી દસ બેઠકોની ચૂંટણી ફરી યોજવામાં આવે તેવી માગણી કરી છે.

ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2017માં યોજવામાં આવેલી ચૂંટણીમાં જે ઉમેદવારો હારી ગયા હતા અથવા જેમના ઉમેદવારી પત્રકો ચૂંટણી પંચ દ્વારા વિવિધ કારણે રદ કરવામાં આવ્યા હતા, તેવા ઉમેદવારોએ ચૂંટણી પંચના નિર્ણય અને ચૂંટણી પ્રક્રિયાને પડકારતી રીટ પીટીશન કરી છે, જેમાં ધોળકા, પાટણ, ગાંધીનગર ઉત્તર, જમાલપુર, દાણીલીમડા, ગારીયાધર અને પોરબંદર સહિત કુલ દસ બેઠકોનો સમાવેશ થાય. ચૂંટણી દરમિયાન જો આ પીટીશનરોએ હાઈકોર્ટમાં પીટીશન કરી હોત તો હાઈકોર્ટ પંચની કાર્યવાહીમાં દખલ કરશે નહીં તે પ્રકારનું વલણ રાખતી હોય છે, જેના કારણે પરિણામ જાહેર થયા બાદ આ પીટીશન થઈ છે, દસ પીટીશન પૈકી એક પીટીશન ગાંધીનગર ઉત્તરની બેઠક માટે હાઈકોર્ટ દ્વારા પંચને નોટિસ પાઠવી પોતાનો જવાબ રજુ કરવા આદેશ આપવામાં આવ્યો છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો પર ‘ઓબ્ઝર્વર'ની બાજ નજર રહેશે

રાજ્ય વિધાનસભાના બજેટ સત્રનો આગામી ૧૯ ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર સત્ર ...

news

ફી નિયમન કાયદાના અમલના માર્ગદર્શન માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં

ફી નિયમન એક્ટ અંગે સુપ્રીમ કોર્ટે ૧ ફેબ્રુઆરીએ આપેલા આદેશ પછી તેનો કેવી રીતે અમલ કરવો તે ...

news

કેળાંના ઉત્પાદનમાં ભારતનું સમગ્ર વિશ્વમાં મોખરાનું સ્થાન, ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે

ગુજરાતની કૃષિ વિશે ચર્ચા વખતે અહીંના બાગાયતી પાકોની ચર્ચા ભાગ્યે જ થાય છે પરંતુ ગુજરાત ૪૨ ...

news

ગુજરાતના સૌથી મોટા પાંચ ડેમમાં પાણીનો જથ્થો છેલ્લા દસ વર્ષના તળિયે!

ગુજરાતના મહત્વના ડેમનો હાલનો જથ્થો ગત દસ વર્ષના સરેરાશ જથ્થાથી પણ નીચો ગયો છે. નર્મદાના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine