શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (16:21 IST)

ગાંધીજીના જન્મસ્થળ કિર્તિ મંદિરમાં મહંમદઅલી જીન્હાની તસ્વીરોથી વિઝીટ બુકમાં ઠલવાતો કચવાટ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર દેશ વિદેશનાં હજારો પ્રવાસીઓ માટે આસ્થાનું કેન્દ્રબિન્દુ બન્યું છે. પરંતુ આ પવિત્ર સર્થળે પાકિસ્તાનનાં સર્જક અને ભરત સાથે ગદ્દારી કરનાર મહમદઅલી જીન્હાની તસવીર ગાંધીજી સાથે જ લગાવવામાં આવી હોવાથી તેના ભારે વિરોધ કરીને અહીં આવતા પ્રવાસીઓ વિઝીટ બુકમાં તે અંગેની ઉગ્ર ટકોર પણ પણ કરતા જોવા મળે છે.

પાકિસ્તાનનાં સર્જકની યાદોનું પૂ. ગાંધીજીનાં જન્મસ્થળે શું કામ? તેવા સવાલો ઉઠાવી ફોટો ગેલેરીમાંથી તસ્વીરો દૂર કરવા માંગ ગાંધી જન્મ સ્થાન વિશ્વ પ્રસિધ્ધ છે અને તેથી આ કીર્તિ મંદિરે દરરોજ સરેરાશ ૩થી ૪ હજાર પ્રવાસીઓ ઉમટી પડે છે. જેમાં માત્ર ગુજરાત કે ભારતનાં જ નહીં, પરંતુ વિદેશનાં પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં દેખાય છે અને આ પ્રવાસીઓને વિવિધ જાણકારી મળે તથા ગાંધીજીનાં જીવન અને કવન વિશેનો પરિચય મળે તે માટે કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા ગાંધીજીની કેટલીક ચિજવસ્તુઓ સાથેનું મ્યુઝીયમ બનાવાયું છે તો ઉપરનાં ભાગે એક ફોટોગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફોટો ગેલેરીમાં ગાંધીજીના બાળપણથી માંડીને મૃત્યુ સુધીનાં અનેક ફોટોગ્રાફસ સામેલ છે. એટલું જ નહીં, પરંતુ ત્યાં ફોટો ગેલેરીની અંદર ગાંધીજી અને કસ્તુરબાના નાની વયના ફોટોગ્રાફસ, જવાહરલાલ નહેરૃ સાથેના ગાંધીજીના ફોટોગ્રાફસ, સુભાષચંદ્ર બોઝ અને સરદાર પટેલ સાથેના ફોટોગ્રાફ, મોતીલાલ નહેરૃ સાથેના ફોટોગ્રાફ તેમજ જુદા જુદા ઐતિહાસિક અને દુર્લભ ફોટોગ્રાફસ રાખવામાં આવ્યા છે. આ તમામ ફોટોગ્રાફસની સાથોસાથ ત્રણેક જગ્યાએ ગાંધીજીના પાક.ના સર્જન મહમદઅલી જીન્હા સાથેનાં ફોટોગ્રાફસ પણ મુકવામાં આવ્યા છે. તેને જોઇને કેટલાક પ્રવાસીઓ નારાજ થાય છે, કેમ કે, ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં જન્મેલા અને તેમ છતાં પાકિસ્તાનના સર્જનમાં મહત્વની ભુમિકા ભજવનારા મહમદઅલી જીન્હાનાં ફોટોગ્રાફસનું ગાંધીજીના જન્મસ્થળે શું કામ છે? તેવો સવાલ પ્રવાસીઓ ઉઠાવે છે.

આ ફોટોગ્રાફસ દુર કરવા અંગે અહીં આવતા પ્રવાસીઓ વિઝીટ બુકમાં નોંધ કરી જાય છે. જેમાં અમુક પ્રવાસીઓ એવું જણાવે છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં જન્મસ્થાનમાં પાક.નાં સર્જકના ફોટાને કોઇ સ્થાન હોવું જોઇએ નહીં તેના બદલે ખુદ તંત્રએ જ આવા પ્રકારના ફોટાને જાહેરમાં પ્રવાસીઓની લાગણી દુભાય તે રીતે મુકયો છે. આવી અવનવી ટકોર વારંવાર થતી હોવા છતાં તંત્ર વાહકોએ ફોટોગ્રાફસ નહીં હટાવતા પર્યટકોમાં જબરો કચવાટ ફેલાયો છે.