શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 ફેબ્રુઆરી 2018 (13:30 IST)

ગુજરાતમાં કોસંબાના દરિયામાં દેખાણી ડોલ્ફિન, સેલ્ફી લેવા માટે પડાપડી

વલસાડ પાસે આવેલા કોસંબાના દરિયામાં અંદાજે 500 મીટર અંદર માછલી પકડવા માટેના બંધારામાં ગુરુવારે ત્રણ ડોલ્ફિન માછલી આવી ગઈ હતી. આ બંધારાના માલિક જ્યારે કેટલી માછલીઓ સપડાઈ છે તે જોવા ગયા ત્યારે તેમને આ ઘટના અંગે જાણ થઈ હતી. સામાન્ય રીતે દરિયાના ઊંડાણના ભાગોમાં જ રહેતી ડોલ્ફિન આ રીતે કાંઠા પાસે આવી ચઢતાં લોકોમાં ભારે કૂતુહલ જોવા મળ્યું હતું. બાદમાં તમામ ડોલ્ફિનને ઊંડાણના દરિયામાં લઈ જઈ મુક્ત કરવામાં આવી હતી.

દરિયા ખેડૂએ કહ્યું કે હું છેલ્લા 5 વર્ષથી માછીમારી કરું છું પણ આટલા વર્ષમાં પહેલી વખત ડોલ્ફિન પર હાથ ફેરવવાનો મોકો મળ્યો છે. તો બાળકો તથા પરિવારજનોને તેમની સાથે થોડો રમવાનો મોકો મળ્યો. મેં આજ સુધીમાં ડોલ્ફિનને આટલી નજીકથી જોવાનો આ પહેલો મોકો છે. આ અંગે મત્સ્ય ઉદ્યોગ અધિકારીએ કહ્યું કે અમારી ઓફિસને કે કંટ્રોલ રૂમને આ અંગે કોઈપણ મેસેજ મળ્યા નથી. જો કે, વર્ષમાં ક્યારેક ક્યારેક ડોલ્ફિન આ રીતે દરિયા કિનારે ભરતીના પાણી સાથે આવી ચઢે છે અને પાણી ઉતરતાં જ ફરી દરિયાના ઊંડાણમાં પહોંચી જાય છે