અકસ્માત થતાં કારમાં આગ લાગતાં ત્રણના મોત, મંત્રી કૌશીક પટેલના પુત્રનો સાળો અને કોંગી ધારાસભ્યનો ભત્રીજો ભડથું

fire in car
Last Updated: ગુરુવાર, 8 માર્ચ 2018 (14:02 IST)

ભાડજથી ઓગણજ જતાં વચ્ચે આવેલી બેબીલોન ક્લબ પાસે કપચી ભરેલી ટ્રક સાથે કારનો થયો હતો. વહેલી સવારે પાંચ વાગ્યે થયેલા ગમખ્વાર અકસ્માત બાદ કાર ભડભડ સળગી હતી. આગ એટલી વિકરાળ હતી કે અંદર બેઠેલા પાંચ લોકોને બહાર નીકળવાનો મોકો ન્હોતો મળ્યો. આગમાં 3 વ્યક્તિના મોત થયા હતા. જ્યારે બે દાઝી જતાં સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકમાં મંત્રી કૌશિક પટેલના દીકરાનો સાળો પણ સામેલ છે.ફોક્સ વેગનના ટ્રક સાથેની ટક્કર બાદ આગ લાગતાં તેમાં સવાર અમદાવાદ 3 યુવાનો ભડથું થઈ ગયા હતા.

જેમાં મંત્રી કૌશિક પટેલના દીકરાના સાળા ધૈર્ય પટેલનો સમાવેશ થાય છે. તાલાલાથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડના ભત્રીજા રાહુલ બારડનું પણ મોત નિપજ્યું છે. આ સિવાય રોયલ પટવા નામના યુવાનનો પણ સ્થળ પર મોત નિપજ્યું હતું. ઘાયલો થયા છે તેમાં મોહનસિંહ અને પાર્થ પિપાવત નામના યુવાનનો સમાવેશ થાય છે.આ પણ વાંચો :