આ પણ વાંચો :
5000ની વસતી વચ્ચે ફક્ત એક જ બોર ! પાણી માટે લોકોની લાંબી લાઈન લાગે છે.

ગુજરાતમાં ઉનાળો આકરા પાણીએ છે ત્યારે ઉનાળાની શરૂઆત પહેલાં જ લોકોને પાણીની હાંલાકી પડવા લાગી છે. ત્યારે અનેક ગામો એવા છે જ્યાં લોકોને પાણી માટે વલખાં મારવા પડે છે. સરકારે ખેડૂતોને ખેતી માટે પાણી આપવાનો ઈનકાર કરી દીધો છે ત્યારે પીવાના પાણીની તંગી ના રહે તેના આયોજનો કરવાનો વાયદો પણ કર્યો છે. સરકારના ખોખલા વાયદાઓ વચ્ચે છોટાઉદેપુરના રૂમડીયા ગામના લોકો પીવાના પાણીની ભારે પરેશાન ભોગવી રહ્યા છે. ગામમા આવેલા 100 બોરમાંથી એક જ બોર ચાલુ છે. 5000ની વસ્તી વચ્ચે એક જ બોરમાંથી પાણી ભરવા મોટી લાઇનો લાગે છે.
ગામમાં હાફેશ્વર જૂથ પાણી પુરવઠા યોજનાની ટાંકી પણ બનાવવામાં આવી છે. પણ તે શોભાના ગાંઠિયા સમાન બની છે. બપોર પછી ગામની દરેક મહિલા ગામના એક જ બોર પર પાણી મેળવવા લાઈનમા ઉભી થઇ જાય છે. પાણી કયારે મળે તે ચોક્કસ નથી કહી શકાતું . ગામમા લાઈટ આવે તો અહીની મોટરબોર ચાલુ કરવામા આવે છે. બાદમા માંડ માંડ પાણી મળે છે. ગામના સરપંચનું કહેવું છે કે તંત્ર અને પાણી પુરવઠા વિભાગમા વારંવાર જાણ કરવામાં આવી છે. પરંતુ કોઇ પરિણામ નથી આવ્યુ.
|
|
સંબંધિત સમાચાર
- કોમનવેલ્થ ગેમ્સ - ભારતના 26માંથી 10 ગોલ્ડ રેલવે એથલીટ્સે જીત્યા, ભારતીય દળમાંથી 25% ભાગીદારી
- Porbandar - પોરબંદરના રાણાવાવમાં બે જૂથો વચ્ચેની અથડામણમાં ભાજપના નગરસેવકની હત્યા
- અમદાવાદીઓને મેટ્રો રેલની સફર માણવા માટે દસ મહિના રાહ જોવી પડશે
- હવે બાળકીઓને કરાટેના ક્લાસ પણ કરાવવા પડશેઃ હાર્દિક પટેલ
- દેશના વિકાસ મોડેલ વાઇબ્રન્ટ ગુજરાતમાં ૨૦૧૭માં ૪૯૨ બાળકીઓ પર બળાત્કાર થયો
Loading comments ...
