30 વર્ષ કામ કર્યું અને હવે ધક્કામારીને વીએચપીમાંથી કાઢી મુકવામાં આવ્યો - તોગડીયા

મંગળવાર, 17 એપ્રિલ 2018 (14:16 IST)

Widgets Magazine
togdiya


વિશ્વ હિંદુ પરિષદમાંથી હકાલપટ્ટી બાદ ડૉ. પ્રવીણ તોગડિયાએ પીએમ નરેન્દ્ર મોદી સામે ખુલ્લેઆમ મોરચો માંડ્યો છે. આજથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા પ્રવીણ તોગડિયાએ પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા તોગડિયાએ તેમના પર અનેક આરોપ મૂક્યા. તોગડિયાએ રામ મંદિર, ગૌરક્ષા, કોમન સિવિલ કોડ, બાંગ્લાદેશી મુસ્લિમોના દેશ નિકાલ સહિતની માગ કરી સૂત્રોચ્ચાર કરાવ્યા હતા. તોગડિયાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 30 વર્ષી વીએચપી સાથે જોડાયેલો રહ્યો, અને તેનું કામ કરવા ગામેગામ ફરતો રહ્યો. આજે મને ધક્કા મારીને વીએચપીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, મેં જે માંગો મૂકી છે તે મારી નથી. આ માગ હિંદુઓની છે, સંઘ તેમજ ભાજપની અને વીએચપીની જ છે. આ જ માગો સંઘ અને ભાજપે જ વર્ષોથી મૂકી હતી. ભાજપ પર પ્રહાર કરતા તોગડિયાએ કહ્યું હતું કે, પૂર્ણ બહુમતની સરકાર બનશે ત્યારે આ તમામ માગો ચપટીમાં પૂરી થઈ જશે તેવા વચન આપવામાં આવ્યા હતા. હું તો આ ચપટીનો અવાજ સાંભળવા ચાર વર્ષથી કાનમાં મશીન નાખીને બેઠો હતો. ક્યારે મારા મોટાભાઈ નરેન્દ્ર મોદી ચપટી વગાડશે અને આ માગો પૂરી કરશે. સરકાર પર સીધો આક્ષેપ કરતા તોગડિયાએ કહ્યું હતું કે, અત્યાર સુધી ભાજપ અને સંઘે જે નાના-નાના વેપારીઓ પાસેથી ફંડ મેળવીને સંગઠન ચલાવ્યું તે જ વેપારીઓને જીએસટીથી બરબાદ કરી નાખ્યા. તોગડિયાએ કહ્યું હતું કે, સરકારે વેપારીઓને ચોર માન્યા છે અને તેમની સાથે નમકહરામી કરી છે. વેપાર-ધંધાને બરબાદ કરી સરકારે કરોડો રોજગારીઓ પણ છીનવી છે. રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા તોગડિયાએ પીએમ પર વચન આપીને ફરી જવાનો આક્ષેપ કર્યો હતો. તોગડિયાએ કહ્યું હતું કે, હવે સરકાર માટે કાયદો બનાવવા તૈયાર નથી. તોગડિયાએ 100 કરોડ હિંદુઓનો અવાજ દબાવાઈ રહ્યો હોવાનો પણ આરોપ મૂક્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વિશ્વ હિંદુ પરિષદ ધક્કામારી વીએચપી. તોગડીયા રામ મંદિર ગૌરક્ષા કોમન સિવિલ કોડ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર ઓનલાઈન વેપાર સમાચાર આઈટી સમાચાર Sports Cricket America Samachar Team India Gujarat Samachar Gujarati News Pm Narendra Modi Latest Gujarat Samachar Latest Gujarati News National News Gujarat News Business News Gujarat Samachar In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ડો. તોગડિયા સાથે હાર્દિક પટેલે હાથ મિલાવ્યાઃ શું છે નવા સમીકરણો ?

વીએચપીમાંથી ડો. પ્રવિણ તોગડિયાની હાકલપટ્ટી બાદ તોગડિયાએ અમદાવાદમાં ઉપવાસ આંદોલન કર્યા છે. ...

news

CASH LESS ATM - એટીએમમા નાણાંની અછત સર્જાવાને કારણે નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું જાણો ક્લીક કરીને

સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ATMમા નાણાંની અછત સર્જાવાને કારણે ...

news

ગુજરાતના ATM કેશલેસ: ગામડાના ખેડૂતોની સ્થિતિ સૌથી ખરાબ

રવિવારના રોજ અમદાવાદ શહેરના ઘણાં ATMsમાં પૈસા ન હોવાને કારણે લોકોએ એક ATMથી બીજા ATMના ...

news

Photos - આજથી પ્રવિણ તોગડિયાનું ઉપવાસ આંદોલન, ઉપવાસ સ્થળે સમર્થકો આવ્યા

વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે છેડો ફાડનારા વિશ્વ હિંદુ પરિષદના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine