ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 એપ્રિલ 2018 (12:41 IST)

અમદાવાદમાં હોસ્ટેલ પર હુમલો કરનાર ટોળાં સામે પોલીસે આજીવન કેદની કલમ લગાવી

સોમવારે રાત્રે અમદાવાદના ભૂદરપુરામાં અથડામણની હિંસક ઘટના બાદ મંગળવારે સવારથી જ એક જૂથનુ ટો‌ળું એલિસબ્રિજ પોલીસમથકનો ઘેરાવો કરવા પહોંચી ગયુ હતુ. સંખ્યાબંધ લોકોનાં ટોળાં પોલીસમથકની બહાર રોડ ઉપર ઉતરી પડતા સ્થિતિ તંગ બની હતી. અહીં ટોળાંએ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો અને વિરોધ પ્રગટ કર્યો હતો. પોલીસની સમજાવટના અંતે મહિલાની ફરિયાદ લેતા મામલો શાંત પડયો હતો.  ભૂદરપુરામાં હોસ્ટેલ પર સોમવારે રાત્રે હુમલો કરવાના બનાવમાં ત્રણ પોલીસ ફરિયાદ થઈ છે.

સ્થાનિક મહિલાએ આ બનાવ હોસ્ટેલમાં રહેતા છોકરાઓએ સ્થાનિક યુવતીની છેડતી કરતા હોવાથી બન્યો હોવાનું જણાવ્યું છે. હોસ્ટેલવાળાઓ આ બનાવ પીધેલા સ્થાનિકોએ તોફાન કરતા હોવાનું જણાવ્યું છે. પોલીસે હુમલો કરનાર ટોળાં સામે આજીવન કેદની જોગવાઈ ધરાવતી કલમ 395 લગાવી છે. આ ગુનો બિનજામીનપાત્ર છે. આ કલમના કારણે વધુ વિવાદ ભડકે એવી સંભાવના છે.a