મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 એપ્રિલ 2018 (15:59 IST)

સરદાર પટેલનાં ગામને રાષ્ટ્રીય દરજ્જો અપાવવા આમરણાંત ઉપવાસ આંદોલન

લોખંડી પુરૂષ સરદાર પટેલનાં જન્મસ્થળ કરમસદ ખાતે ગામના નાગરિકો દ્વારા કરમસદ ગામને ઐતિહાસિક ગામનો દરજ્જો મળે તે માટે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. કરમસદ ગામને રાષ્ટ્રીય દરજ્જાની માંગ કરવાની સાથે ગ્રામજનો અમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. આ ઉપવાસ આંદોલન અંતર્ગત આજે ગ્રામજનો સરદાર વલ્લભભાઇ પટેલનાં ઘરે એકત્રિત થઇને ત્યાંથી બાપેશ્વર મહાદેવના મહંતના આર્શીવાદ મેળવીને સરદાર પટેલની પ્રતિમાએ પહોંચ્યા હતા ત્યાર પછી સવારે 10 વાગ્યાથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

કરમસદ ગામ સરદાર વલ્લભભાઈ પટેલનું નિવાસ સ્થાન છે. સરદાર પટેલનું બાળપણ કરમસદમાં વિત્યું છે. આથી ગ્રામજનો હવે ગામને રાષ્ટ્રીય દરજ્જો આપાવવા માટે બાયો ચઢાવી છે.