મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સુરત: , બુધવાર, 10 જુલાઈ 2019 (17:20 IST)

અંધશ્રદ્ધા: પુત્ર ના થતા પતિ પત્નીને લઇ ગયો ભૂવા પાસે, યુવતીએ કર્યો આપઘાત

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં અંધશ્રદ્ધામાં યુવતીનો ભોગ લેવાયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં યુવતીના પતિની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાનો ચોકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે યુવતીની માતેએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપઘાતના દુષ્પ્રેરણા કરવા અંગેની ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના જહાંગીર પુરામાં દિપક રાઠોડ અને તેની પત્ની કોમલ રહેતા હતા. દિપક અને કોમલના લગ્ન બાક તેમનો કોઇ સંતાન નહોતું. તે દરમિયાન દિપકને જાણવા મળ્યું કે કોમલ સંતાન આપ શકે તેમ નથી. જેના કારણે દિપક તેની પત્ની કોમલને ભુવા પાસે લઇ ગયો હતો. જ્યાં ભૂવાએ કોમલના શરીરના કેટલાક ભાગો પર ડામ આપ્યા હતા. આ ઘટનાને લઇ કોમલ ડિપરેશનમાં આવી ગઇ હતી અને જેના કારણે તેણે આપઘાત કરી લીધો હતો.
 
ત્યારે આ ઘટનાને પગલે કોમલની માતાએ દિપક અને તેના પરિવાર વિરૂધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કોમલની માતાએ જણાવ્યું હતું કે, મારી દિકરી ભૂવા પાસે જવાની ના પડાતી હતી. અમે કોમલના સાસુ અને સસરાને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેના સાસુ માન્યા ન હતા અને કોમલને ડામ મુકાવવાનું કહ્યું હતું. જો કે, કોમલે આપઘાત કર્યા બાદ તેને હોસ્પિટલ લઇ ગયા હતા. તેમણે અમને ફોન પર ખોટું કહ્યું હતું. અમને હોસ્પિટલ ગયા પછી ખબર પડી કે, અમારી દીકરીને મૃત હાલતમાં તેઓ અહીં લઇને આવ્યા હતા.
 
કોમલની માતાની ફરિયાદના આધારે પોલીસે દિપક અને તેના પરિવાર વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપઘાતના દુષ્પ્રેરણા કરવા અંગેની ફરિયાદ નોંધી હતી. ત્યારે આ મામલે જહાંગીરપુરા પોલીસે કોમલના પતિ દિપક રાઠોડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.