ગુજરાત ગૌરવયાત્રામાં યોગી આદિત્યનાથ - અમેઠીના વિકાસને લઈ રાહુલ ગાંધી પર પ્રહારો

શુક્રવાર, 13 ઑક્ટોબર 2017 (13:30 IST)

Widgets Magazine
yogi


ઉત્તરપ્રદેશના ગુજરાત આવી પહોંચ્યા છે. તેમની ગૌરવ યાત્રાવલસાડથી શરૂ થઈ જેમાં તેમણે  કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પોતાના મતક્ષેત્ર અમેઠીમાં વિકાસના કોઈ કાર્યો થયા નથી. ત્યારે અમે ત્યાં વિકાસના કાર્યો શરૂ કરતાં કોંગ્રેસ બોખલાઈ ગઈ છે.  જ્યાં તેમણે કોંગ્રેસ અને ખાસ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ભાજપની સરકાર બની તે વાત કોંગ્રેસ અને રાહુલને પચતી નથી. મોદી સરકારમાં કરપ્શન, કાળા બજાર, બ્લેક મની વિરુધ્ધ આકરા પગલાં લેવાઈ રહ્યાં છે. આ વાતથી કોંગ્રેસના પેટમાં ચૂંક ઉપડી છે. સાથે જ યોગીએ સવાલ કરતાં કહ્યું કે, એક પણ યોગ્ય કારણ ન હોવા છતાં રાહુલ ગાંધી શા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપો કરી રહ્યાં છે ? બસ એટલે જ કે વડાપ્રધાન એકદમ સ્વચ્છ છબી ધરાવે છે. ભાજપના સ્ટાર પ્રચારક યોગીએ નરેન્દ્ર મોદીના વખાણ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર છે. તમામ રાજ્યો ગુજરાત મોડલને અનુસરી રહ્યાં છે. ગુજરાત ઉદ્યોગ ધંધાની સાથે સાથે રોજગારી આપવામાં અગ્રેસર છે. ગુજરાતની દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ છે. જે અમુક લોકોથી જોવાતી નથી. કોંગ્રેસે દેશને અને સરદાર પટેલ સાથે પણ અન્યાય કર્યો હતો. ગુજરાતમાં નર્મદાના નીરથી સોનું પાકી રહ્યું છે. જે ખોટો પ્રચાર કરનારાથી જોવાતો નથી. તેમ કહીં યોગીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યાં હતાં.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

બોટ અને ડેકના ઠેકાણા નથીને ભાવનાગર-ઘોઘા વચ્ચે ઉતાવળે રો-રો ફેરીનું ઉદ્ઘાટન થશે

ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ સરકાર મતદારોને આકાર્ષવા માટે અનેક ...

news

મોદી વિનાની ચૂંટણીમાં કોંગ્રેસ વિકાસનું એન્કાઉન્ટર કરીને બાજી મારી શકશે?

મોદી વિનાની ચૂંટણીમાં કોંગ્રેસ વિકાસનું એન્કાઉન્ટર કરીને બાજી મારી શકશે? ગુજરાતમાં પ્રથમ ...

news

રાહુલ ગાંધીનું સંઘ વિરૂદ્ધનું નિવેદન આગામી ચૂંટણીમાં કોંગ્રેસને ભારે પડી શકે છે

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલા નિવેદન શું RSSમાં તમે મહિલાઓને ખાખી શોટ્સમાં જોઈ ...

news

ગુજરાતમા યોગી બોલ્યા 'ગુજરાતની આ ભૂમીને હું નમન કરવા આવ્યો છું'

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજથી બે ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેઓ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine