Widgets Magazine
Widgets Magazine

રાહુલ ગાંધીની ત્રીજા તબક્કાની ગુજરાત યાત્રા હવે દિવાળી પછી યોજાશે

ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (15:10 IST)

Widgets Magazine
rahul in gujarat


 કોંગ્રેસના પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની બીજા તબક્કાની મધ્ય ગુજરાતની યાત્રા પૂર્ણ થઈ છે. હવે ત્રીજા તબક્કાની ગુજરાત યાત્રા દિવાળી બાદ રાખવામાં આવી હોવાનું કોંગ્રેસના સૂત્રો કહી રહ્યા છે. યાત્રાનો ત્રીજો તબક્કો ૨૪ અથવા ૨૫ ઓકટોબરથી શરૂ થાય તેવી શકયતા છે. યાત્રાનો ત્રીજો તબક્કો દક્ષિણ ગુજરાતનો રહેશે એ પછી ચોથા તબક્કામાં ઉત્તર ગુજરાતમાં યાત્રા શરૂ થશે કોંગ્રેસના સૂત્રો કહે છે કે, રાહુલ ગાંધીની યાત્રાનો ત્રીજો તબક્કો હવે દિવાળી બાદ શરૂ થશે. ત્રીજા તબક્કામાં પણ રેલીની સાથે રોડ શો, જાહેરસભાઓ, લોકો સાથે સીધા સંવાદના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમને વિધિવત રીતે હવે આખરી ઓપ અપાશે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની માફક દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની યાત્રામાં પણ વધુમાં વધુ મંદિરોની રાહુલ મુલાકાત લે તે માટેનું આયોજન છે. સોફટ હિન્દુત્વને અનુલક્ષી રાહુલ હજુએ વધુમાં વધુ મંદિરોની મુલાકાત લેશે. કોંગ્રેસનો દાવો છે કે રાહુલ ગાંધીની અત્યાર સુધીની બન્ને યાત્રાઓ સ ફળ રહી છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મહત્વનું છે કે, બીજા તબક્કાની મધ્ય ગુજરાતની યાત્રામાં યાત્રા દરમ્યાન ૫૦ જેટલી વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવી હતી. જ્યારે પ્રથમ તબક્કામાં ૪૮ જેટલી બેઠકો સામેલ કરાઈ હતી. ત્રણ દિવસની મધ્ય ગુજરાતની યાત્રા પૂર્ણ કરી રાહુલ તેમજ પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત મોડી સાંજે દિલ્હી જવા રવાના થયા હતાWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાજકોટના કલેક્ટર દ્વારા હાર્દિક પટેલ સામે રાષ્ટ્રધ્વજ અપમાનનો કેસ પાછો ખેંચવા આદેશ કરાયો

ચૂંટણી પહેલા ગુજરાત સરકાર દ્વારા પાટીદારો સામે કરાયેલા કેસો પાછા ખેંચવાની જાહેરાત કરવામાં ...

news

ભાજપના ધારાસભ્યો ગભરાયા, ટિકીટ મળશે કે પત્તુ કપાશે?

ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ૧૮૨ સીટોની ટિકિટ માટે લગભગ ૩૨૦૦ લોકોના બાયોડેટા મળ્યા ...

news

ફિક્કી ગૌરવયાત્રામાં પ્રાણ પુરવા કેન્દ્રીય મંત્રીઓની ફોજ ગુજરાતમાં ઉતરી પડી

આ વખતે ભાજપ માટે ચૂંટણી જીતવી કઠિન બની રહ્યું છે. એન્ટીઇન્મબન્સીને પગલે ભાજપને સામા પવને ...

news

જ્યારે રાહુલ ગાંધી ભૂલથી મહિલાઓના શૌચાલયમાં શૌચ માટે ઘૂસી ગયાં

ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ છોટાઉદેપુર પહોંચીને વિવિધ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine