શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 એપ્રિલ 2022 (10:18 IST)

સુરત: 5 વર્ષની બાળકી સાથે દુસ્કર્મ- પાંડેસરામાં કેળાની લાલચ આપી 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપી ચાર સંતાનનો પિતા

પાંડેસરા શ્રમ વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકીને પડોશમાં રહેતા 4 સંતાનોના પિતાએ કેળુ આપવાની લાલચ આપી રૂમમાં લઈ જઈ માસુમ બાળકી પર રેપ કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પાંડેસરામાં રહેતા 4 સંતાનના પિતાએ પડોશમાં રહેતી 5 વર્ષની બાળકીને કેળુની લાલચ આપી ઘરમાં બોલાવીને બળાત્કાર ગુજાર્યો હતો.
 
ભેગા થઈને સ્થાનિકોએ માર માર્યો
પડોશીની આવી હરકતથી બાળકી એટલી હદે ગભરાય ગઈ હતી કે તેણે ઘરમાં વાત પણ કરી ન હતી. બાળકી જયારે કપડા બદલવા માટે ગઈ ત્યારે માતાને શંકા ગઈ હતી. પછી માતાએ દીકરીને બેસાડી પૂછપરછ કરી જેમાં પડોશીની ગંદી હરકતોનો ભાંડો ફુટયો હતો. માતા પડોશીને પૂછવા ગઈ તો તેણે આવુ કશું ન કર્યુ હોવાનું રટણ કર્યું હતું. આજુબાજુના લોકોએ એકત્ર થઈ પડોશી સાથે માથાકૂટ કરી પોલીસને હવાલે કરી દીધો હતો.
 
કેળાની લાલચે રૂમમાં લઈ ગયો
પાંડેસરા પોલીસે નરાધમ પડોશી દિનેશ મદારીલાલ પ્રજાપતિ (ઉ.વ.37)(મૂળ રહે,યુપી)ની સામે બળાત્કાર અને પોક્સો એકટની કલમો હેઠળનો ગુનો નોંધી ધરપકડ માટેની કાર્યવાહી કરી છે. આરોપી દિનેશ એમ્બ્રોઇડરીના કારખાનામાં મજૂરી કરે છે.​​​​​​​ બીજી તારીખે રાત્રે તે ડ્યૂટી પરથી રૂમ પર આવ્યો ત્યારે બાળકી નીચે રમતી હતી. તે સમયે નરાધમે બાળકીને કેળુ આપવાની લાલચ આપી પોતાના રૂમમાં લઈ ગયો હતો. જયા હવસખોર પડોશીએ બાળકી પર રેપ કર્યો હતો.
 
આરોપી 4 બાળકોનો પિતા
આરોપી છેલ્લા 10 વર્ષથી સુરતમાં રહે છે અને 4 સંતાનનો પિતા છે. આરોપી પડોશીને સંતાનમાં 3 દીકરી અને 1 દિકરો છે અને હાલમાં પણ પત્ની પ્રેગ્નેટ છે. હાલમાં પત્ની 4 સંતાનોને લઈ વતન ચાલી ગઈ છે. આરોપી છેલ્લા 4 મહિનાથી એકલો રહેતો હતો. બાળકી આરોપીની દીકરી સાથે અવાર નવાર રમવા જતી હતી. આથી તે પડોશીને ઓળખતી હોય જેથી તે ઘરે ગઈ હતી