સુરતમાં વિદ્યાર્થીની પર શિક્ષકે બળાત્કાર ગુજાર્યો

ગુરુવાર, 14 જૂન 2018 (12:58 IST)

Widgets Magazine


સુરતમાં ફરીવાર શિક્ષકે વિદ્યાર્થીની પર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ડિંડોલીની વિદ્યાવિહાર સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થિની પર સ્કૂલના વોશરૂમમાં બળાત્કાર કર્યા હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસમાં નોંધાઈ છે. શિક્ષકે વિદ્યાર્થિની સાથેની અંગત પળોનો વીડિયો ઉતારી બ્લેકમેલિંગ કરી ત્રણેક મહિના પહેલાં જબરદસ્તી લગ્ન કરી લીધાં હતાં આ અંગેની વિગતો એવી છે કે, ડિંડોલી નવાગામ જલારામનગર સોસાયટીમાં રહેતા અને ઉધનાની સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિજય દિલીપ પાટોળે વર્ષ 2013માં ડિંડોલીની વિદ્યાવિહાર સ્કૂલમાં ધોરણ 12ની એક વિદ્યાર્થિની પર દાનત બગાડી હતી. વિદ્યાર્થિની પર સ્કૂલના વોશરૂમમાં જ નરાધમ શિક્ષક વિજયે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, શિક્ષકે વિદ્યાર્થિની સાથેની અંગત પળોનો વીડિયો ઉતારી તેણીને બ્લેકમેલિંગ કરવા લાગ્યો હતો. આ પછી શિક્ષકે વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી લીધા હતા. જોકે, લગ્ન પછી શિક્ષકે પત્ની બનેલી વિદ્યાર્થિનીને શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું અને દહેજમાં આઠ લાખ રૂપિયાની માગણી કરી હતી. તેમજ પિયરથી પૈસા લાવવા માટે દબાણ કરવા લાગ્યો હતો. વિદ્યાર્થિનીનો આક્ષેપ છે કે, તેના મિત્રોએ પણ વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યાં હતાં.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કોંગ્રેસે પૂછ્યુ બળાત્કારી બાબાઓ સાથે ભાજપા નેતાઓનો 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ..'

કોંગ્રેસે ભાજપા નેતાઓ પર મોટો હુમલો કરતા ટ્વિટર પર સત્તારૂઢ પાર્ટીના નેતાઓ સાથે બળાત્કારી ...

news

Eid mubarak 2018 : આજે જોવામાં આવશે ઈદ મુબારકનો ચાંદ

ઈદનુ આગમન બજારોમાં તો થઈ ગયુ છે. હવે ગુરૂવારે 29માં રોજા સાથે જ ચાંદ જોવાની પ્રક્રિયા શરૂ ...

news

દાતી મહારાજ કેસ - રેપ પહેલા સફેદ કપડા પહેરાવવામાં આવતા - પીડિતા

દાતી મહારાજ પર દુષ્કર્મનો આરોપ લગાવનારી તેમની શિષ્યાએ પોલીસ અને કોર્ટ સામે પોતાના ...

news

જાણો ભારત રત્ન અટલ બિહારી વાજપેયી વિશે 10 વાતોં

જાણો ભારત રત્ન અટલ બિહારી વાજપેયી વિશે જાણો 10 વાતો - વાજપેયી રાજનીતિજ્ઞ હોવાની સાથે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine