વલસાડ કોલેજના ગ્રાઉન્ડમાં એક યુવતી સાથે ચાર યુવકો સામૂહિત દુષ્કર્મ આચર્યું

Last Updated: ગુરુવાર, 14 જૂન 2018 (17:17 IST)

શહેરમાં એક યુવતી સાથે ચાર યુવકોએ સામુહિક દુષ્કર્મ આચર્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. પોલીસે ચારોય આરોપીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી લીધી હતી. મળતી માહિતી મુજબ ઘરકામ કરતી એક પરિણીત મહિલાને ફોસલાવીને ચાર મિત્રોએ મંગળવારે રાત્રે વલસાડ કોલેજના ગ્રાઉન્ડમાં આચર્યું હતું. મૂળ છરવાડાની અને હાલ અબ્રામા ખાતે રહેતી 23 વર્ષીય યુવતીના હિતેશ સાથે પ્રેમલગ્ન થયા હતા. જોકે પતિ સાથે મારઝૂડ થતાં તે બે સંતાનોને હિતેશ પાસે મુકીને ગુંદલાવ પાસે એક સંબંધી સાથે રહીને કેટરિંગનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તે દરમિયાન કેટરર્સમાં કામ કરતા અને ખડકીભાગડા ખાતે રહેતા નિલેશ સાથે સવિતાની ઓળખાણ થઈ હતી. મંગળવારે સવિતા વલસાડ કામ પતાવી મોડી સાંજે ધારાનગર જવા બસ સ્ટેશન પાસે ઉભી હતી, ત્યારે નિલેશના મિત્ર એવા વિજયે તેની પાસે બાઈક લઈને આવી જણાવ્યું કે, મારે કામ છે તેમ કહીં સવિતાને બાઈક પર બેસાડી લઈ ગયો હતો. જ્યાં વિજય પટેલે સૌપ્રથમ  બળાત્કાર કર્યા બાદ નિલેશે પણ પરિણીતા સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. જે દરમિયાન ત્યાં પહોંચેલા બળાત્કારીઓના અન્ય બે મિત્રોએ પણ મહિલા સાથે જબરદસ્તીથી દુષ્કર્મ કર્યું હતું. બળાત્કારીઓ આટલેથી જ અટક્યા ન હતા. નિલેશ અને આનંદે ફરી મહિલા સાથે દુષ્કર્મ કરતાં તેણીની હાલત ખરાબ થઈ ગઈ હતી. ત્યાર બાદ અજય પટેલે પણ મહિલા સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તક મળતાં મહિલાએ પોલીસ કંટ્રોલના 100 નંબર પર ફોન કરી દીધો હતો. જેની જાણ થાતં જ ચારેય આરોપીઓ મહિલાને ફટકારી હતી અને બાદમાં ભાગી છૂટ્યા હતા. મહિલા ત્યાંથી જેમતેમ ચાલતી ચાલતી કોલેજની હોસ્ટેલ પાસે પહોંચી હતી. જ્યાં હાજર વોચમેનની મદદથી પોલીસને બોલાવી હતી. જે બાદ તેણીને 108 દ્વારા વલસાડ સિવિલમાં દાખલ કરાઈ હતી. પોલીસે મહિલાની ફરિયાદને આધારે દુષ્કર્મનો ગુનો નોંધી, ચારેય આરોપીઓને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો :