ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 12 જૂન 2018 (12:39 IST)

વડોદરામાં ડોક્ટરની કામ લીલામાં નવો ખુલાસો, કમ્પાઉન્ડરે તબીબની કામલીલાના 135 વીડિયો બનાવ્યા હતા

વડોદરાના અનગઢના તબીબ ડોક્ટર પ્રતિક જોશીના કામલીલાના વીડિયો વાયરલ થયા બાદ એક પીડિત મહિલાએ નંદેસરી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરતાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.પીડિત મહિલાએ નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે ક્લિનિકમાં કામ કરતા કંપાઉન્ડર દિલીપ ગોહિલની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે તબીબના ક્લિનિક અને ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ક્લિનિકમાંથી નશીલા ઈન્જેકશનો, દવાઓ અને અન્ય સાધન સામગ્રી પોલીસને મળી હતી. કમ્પાઉન્ડર ગોહિલની પોલીસે અંગધ ગામમાંથી જ ધરપકડ કરી છે, સામાન્ય પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. કમ્પાઉન્ડરની પૂછપરછમાં પણ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. પૂછપરછમાં સામે આવ્યું કે, કમ્પાઉન્ડર દિલીપ ગોહિલે તબીબના 135 જેટલા વીડિયો બનાવ્યા હતા. જો કે, મામલો પોલીસ સ્ટેશને પહોંચતા તેણે અનેક વીડિયો ડિલિટ કરી દીધા હતા. આ ઉપરાંત કમ્પાઉન્ડરે કબૂલ્યું છે, અનગઢના ઉપ સરપંચ વીડિયોના આધારે તબીબને બ્લેકમેઈલ કરતા હતા. એટલું જ નહીં તબીબ પાસેથી પાંચ લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. આ ઉપરાંત પોલીસને એક પેનડ્રાઈવ પણ મળી છે, જેમાંથી વધુ 25 જેટલા વીડિયો મળ્યા છે.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગોહિલે કબૂલ્યું છે કે તે પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો ક્લિપ તૈયાર કરતો હતો. ગોહિલે કહ્યું કે, કે ડૉક્ટર જોશી ગામની મહિલાઓનું શોષણ કરતો હતો. આ વીડિયો તૈયાર થઈ ગયા પછી ડૉક્ટર મહિલા દર્દીઓને બ્લકમેઈલ કરતો હતો.આ ફરિયાદ અંગે એક મહિલાએ જણાવ્યું કે, પોતાનો અશ્લિલ વીડિયો તૈયાર કર્યા પછી જ્યારે તે બોલાવે ત્યારે મહિલા ન આવે તો ડૉક્ટર દ્વારા તેને વાઈરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી.પોલીસે જણાવ્યું કે, ગોહિલે ક્લિકમાં ઉતારેલા વીડિયો તેના ગામના જ ચાર મિત્રોને ફોરવર્ડ કર્યા હતા. આ પછી આ વીડિયો આખા ગામમાં અલગ-અલગ લોકો સુધી પહોંચી ગયા હતા. નંદેસરી પોલીસ સ્ટેશનના PI જેકે પટેલે જણાવ્યું કે, ‘આ વીડિયો સર્ક્યુલેટ કરનારા ચાર લોકોની તપાસ કરવામાં આવી રહી છે, જો જરુર જણાશે તો તેમને સહ-આરોપી બનાવવામાં આવી શકે છે.’પોલીસે સોમવારે ડૉક્ટર જોશીના ક્લિનિકની તપાસ કરી તો તે છેલ્લા 3 મહિના જેટલા સમયથી બંધ હોવાનું બહાર આવ્યું. PI પટેલે જણાવ્યું કે ક્લિનિક પરથી કેટલીક દવાઓ મળી આવી છે જેને તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવી છે. ગોત્રીમાં જોશીનું ઘર પણ બંધ છે. પોલીસે આ ડૉક્ટરની તપાસ માટે ચાર અલગ-અલગ ટીમો તૈયાર કરી છે.ALSO READ: ડોક્ટર મહિલા દર્દીઓને પ્રેમજાળમાં ફસાવી માણતો સેક્સ, બળાત્કાર અને બ્લેકમેઈલીંગની ફરિયાદ દાખલ કરાઈ