સર્વ પિતૃ અમાસ : અમાસનું તર્પણ સમસ્ત પિતરોને તૃપ્ત કરે છે

રવિવાર, 17 સપ્ટેમ્બર 2017 (17:47 IST)

Widgets Magazine


આપણા ધર્મશાસ્રોમાં કહેવામાં આવ્યુ છે કે પિતૃને કરનારા દરેક વ્યક્તિ દીર્ઘાયુ, પુત્ર-પૌત્રાદિ, યશ, સ્વર્ગ, લક્ષ્મી, પશુ, સુખ સંપન્ન અને ધન ધાન્ય વગેરેની પ્રાપ્તિ કરે છે. એટલુ જ નહી પિતૃની કૃપાથી જ તે બધા પ્રકારની સમૃદ્ધિ, સૌભાગ્ય, રાજ્ય અને મોક્ષ મેળવે છે.

અશ્વિન મહિનાના પિતૃ પક્ષમાં પિતૃને આશા હોય છે કે અમારા પુત્ર-પૌત્રાદિ અમને પિંડદાન અને તિલાંજલિ પ્રદાન કરી સમુદ્ર કરશે. 

'आयुः पुत्रान्‌ यशः स्वर्ग कीर्ति पुष्टि बलं यिम्‌।

पशून्‌ सौख्यं धनं धान्यं प्राप्नुयात्‌ पितृपूजनात्‌।'


આ જ આશા લઈને તેઓ પિતૃલોક પરથી પૃથ્વીલોક પર આવે છે. તેથી દરેક હિન્દુ ગૃહસ્થનો ધર્મ છે કે તે પિતૃપક્ષમાં પોતાના પિતૃ માટે અને તર્પણ કરે અને પોતાની શ્રદ્ધા મુજબ પિતૃના નામનું દાન કરે.

આમ તો દરેક મહિનામા આવનારી અમાસ પિતૃની પુણ્યતિથિ છે. પણ અશ્વિનની અમાસ પિતૃ માટે પરમ ફળદાયી છે. આ અમાસના રોજ પિતૃવિસર્જનની અમાસ અથવા મહાલયા કહેવામાં આવે છે. જે વ્યક્તિ પિતૃપક્ષના પંદર દિવસો સુધી શ્રાદ્ધ તર્પણ વગેરે નથી કરતા તેઓ અમાસના રોજ જ પોતાના પિતૃના નામનું શ્રાદ્ધ વગેરે સંપન્ન કરે છે. જેમને પિતૃઓની તિથિ યાદ નથી તેમના નામનું શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે આ અમાસના રોજ કરવામાં આવે છે.

અમાસના દિવસે બધા પિતૃઓનું વિસર્જન થાય છે. અમાસના દિવસે પિતૃ પોતાના પુત્ર વગેરેના દ્વાર પર પિંડદાન અને શ્રાદ્ધની આશા લઈને આવે છે. જો ત્યાં તેમને પિંડદાન કે તિલાંજલિ વગેરે ન મળે તો તેઓ શ્રાપ આપીને ચાલ્યા જાય છે. તેથી શ્રાદ્ધને નજરઅંદાજ કે તેનો ત્યાગ ન કરવો જોઈએ. 

પિતૃઓ માટે તહેવારનો સમય છે. તેથી આ પક્ષમાં શ્રાદ્ધ કરવામાં આવે છે. જેની પૂર્તિ અમાસના રોજ વિસર્જન તર્પણ વગેરેથી થાય છે.

પિતૃપક્ષના દિવસોમાં લોકો પોતાના પિતરોની સંતુષ્ટિ માટે સંયમપૂર્વક વિધિ વિધાનથી કરે છે, પણ કામની વ્યસ્તતાને કારણે જો કોઈ શ્રાદ્ધ કરવાથી વંચિત રહી જાય તો તેમણે અમાસના રોજ સવારે સ્નાન કર્યા પછી ગાયત્રી મંત્ર બોલતા સૂર્યને જળ ચઢાવ્યા બાદ ઘરમાં બનેલ ભોજનમાંથી પંચબલિ જેમા સૌ પહેલા ગાય માટે, પછી કૂતરાં માટે, પછી કાગડા માટે, ભગવાન માટે અને ત્યારબાદ કીડીઓ માટે ભોજનનો અંશ આપીને શ્રદ્ધાપૂર્વક પિતરો પાસે બધી રીતે મંગળકારી હોવાની પ્રાર્થના કરી ભોજન કરવાથી શ્રાદ્ધ કર્મની પૂર્તિનુ ફળ જરૂર મળે છે અને એ વ્યક્તિ ધન, સમસ્ત સુખ વગેરેની પ્રાપ્તિ કરી મોક્ષને મેળવે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

હિન્દુ

news

VIDEO શનિ સાઢે સાતી - શનિની સાડાસાતીથી બચવાના 10 ઉપાય જુઓ વીડિયોમાં

હિન્દૂ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માન્યા ગયેલ શનિદેવને ચરિત્ર પણ ખરેખર કર્મ અને સત્યને ...

news

ગુરૂવારે પહેરવું પીળા રંગના કપડા પછી જુઓ હેરાન કરનાર ફાયદા

અઠવાડિયામાં સાત દિવસ અને દરેક દિવસે હિન્દુ ધર્મ મુજબ કોઈ ખાસ ભગવાનમે સમર્પિત કરાય છે. ...

news

આ ટેવવાળી પત્ની બદલી નાખે છે પતિની કિસ્મત

પત્ની જો સૌભાગ્યશાળી હોય છે તો પતિનો જીવન પોતે જ સરળ અને ખુશહાલ બની જાય છે. ત્યાં બીજી ...

news

મંગળવારે આ 5 વાતોનુ રાખશો ધ્યાન, તો દૂર થશે બધા અવરોધો

બધા હનુમાન ભક્ત મંગળવારનુ વ્રત કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળવારનુ વ્રત તેમને કરવુ ...

Widgets Magazine