સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : શનિવાર, 15 ફેબ્રુઆરી 2020 (15:56 IST)

ચાલો, બાર જ્‍યોતિર્લિંગના દર્શને, સોમનાથથી ઘુશ્‍મેશ્વરની યાત્રાએ..

શ્રાવણ મહિનો શરૂ થતા જ ભક્‍તો પોતાના ભક્‍તિ-ભાવ આસ્‍થા અને પુજન સાથે શિવમંદિર તરફ જાય છે. ભગવાન શિવ જ એકમાત્ર દેવ છે જેઓ નિષ્‍કલ અને સકળ બંને છે એટલે જ એમની લીંગ અને મૂર્તિ એમ બંને રૂપોનું પૂજન થઇ શકે છે. એક એવી માન્‍યતા પણ છે કે શ્રાવણ માસ દરમિયાન બાર જ્‍યોતિર્લિંગોના દર્શનથી જન્‍મ જન્‍મના દુઃખ દૂર થઇ જાય છે.

   ભગવાન શિવના બાર જ્‍યોતિર્લિંગોનો મહીમા અને મહત્‍વ



   (૧) સોમનાથઃ જ્‍યોતિર્લીંગના બાર જ્‍યોતિલીંગમાનું સૌથી પ્રથમ જ્‍યોતીર્લીંગ ગણાય છે. આ ગુજરાતમાં આવેલું અને સૌરાષ્‍ટ્રમાં વસેલું છે. માન્‍યતા છે કે ચંદ્રને જ્‍યારે દક્ષ પ્રજાપતિએ શ્રાપ આપ્‍યો ત્‍યારે ચંદ્રએ આ સ્‍થાન પર જ તપ કરી અને શ્રાપમાંથી મુક્‍તિ મેળવી હતી. આ જ્‍યોર્લીંગની સ્‍થાપના ચંદ્રએ પોતે કરી હોવાની પણ માન્‍યતા છે. વિદેશી આક્રમણોને કારણે ૧૭ વાર આ ધામ નષ્‍ટ થયું અને ફરીથી બન્‍યું છે.

   (૨) મલ્લિકાર્જુનઃ આંધ્રપ્રદેશમાં કૃષ્‍ણા નદીના કાઠે આવેલ શ્રી શૈલ નામના પર્વત પર વસેલું આ જ્‍યોતિર્લીંગનું મહત્‍વ કૈલાશ પર્વત જેટલું જ ગણવામાં આવે છે, અનેક ધાર્મિક અને પૌરાણીક કથાઓ આના મહત્‍વને સમર્થન આપે છે. આ જ્‍યોતિર્લીંગના દર્શન કરવાથી વ્‍યક્‍તિના પાપોનો નાશ થાય છે અને પૌરાણિક કથા અનુસાર પર્વત પર જઇને જ્‍યોતર્િીંગનું પુજન કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્‍ય મળે છે.
 
   (૩) મહાકાલેશ્વરઃ મધ્‍યપ્રદેશની ધાર્મિક રાજધાની ઉજજૈન સ્‍લૂત આ જ્‍યોતિર્લીંગની વિશેષતા એ છે કે આ બાર જ્‍યોતિર્લીંગમાનું એકમાત્ર દક્ષિણાભિમુખ જ્‍યોતિર્લીંગ છે. અહીં દરરોજ સવારે ઘર કરવામાં આવતી ભસ્‍મ આરતી વિશ્વપ્રસિધ્‍ધ છે. આ જ્‍યોતિર્લીંગની પૂજા વિશેષ રૂપથી આયુષ્‍ય વૃધ્‍ધિ અને આયુષ્‍ય પર આવેલ સંકટ નિવારવા કરવા માટે થાય છે. ઊજજૈન વાસીઓ માને છે કે મહાકાલેશ્વર તેમના રાજા છે અને તેઓ ઊજજૈનની રક્ષા કરે છે.

શા માટે ચઢાવાય છે ભગવાન શિવને બિલ્વ પત્ર અને શું છે એમની કથા

   (૪) ઓમકારેશ્વરઃ મધ્‍યપ્રદેશના નાસ્‍તા માટે વિખ્‍યાત એવા ઇન્‍દૌર શહેર ખાતે બિરાજમાન જ્‍યોતિર્લીંગ નર્મદા નદીના કીનારે વસેલું છે, અને આજુબાજુના પર્વતોમાંથી નર્મદા નદી વહેતી હોવાથી તે ‘‘ૐ'' આકારે વહે છે. આ જ્‍યોતિર્લીંગનો આકાર ઓમ જેવો છે એટલે જ એ ઓમ કારેશ્વરથી ઓળખાય છે. ઓમ શબ્‍દની ઉત્‍પતિ બ્રહ્માજીના મુખેથી થઇ છે એટલે જ કોઇપણ ધાર્મિક પાઠનું ઉચ્‍ચારણ ઓમ દ્વારા જ શરૂ થાય છે.

   (૫) કેદારનાથઃ ઊત્તરાખંડ સ્‍થિત આ જ્‍યોતિર્લીંગ સમુદ્ર તરફથી ૩૫૮૪ મીટરની ઊંચાઇએ આવેલું છે. બદ્રીનાથ જતા રસ્‍તામાં આવતું આ જ્‍યોતિર્લીંગનો મહીમા સ્‍કંન્‍દ પ્રરાણ અને શિવપુરાણમાં પણ છે. કૈલાશ પછીનું શિવજીનું પ્રિય સ્‍થળ કેદારનાથ છે અને એટલે જ એને કૈલાશ જેટલું જ મહત્‍વ શિવજીએ આપ્‍યું છે.

શિવપુરાણ : ખાસ અનુષ્ઠાન કરવાથી પ્રસન્ન થશે મહાદેવ .

   (૬) ભીમાશંકરઃ મહારાષ્‍ટ્ર રાજ્‍યના પુના જીલ્લામાં આવેલ સદાદ્રી પર્વ પર બિરાજમાન આ જ્‍યોતિર્લીંગ મોટેશ્વર મહાદેવથી પણ ઓળખાય છે. આ જ્‍યોતિર્લીંગ વિશે માન્‍યતા છે કે કોઇપણ શ્રધ્‍ધાળુ ભક્‍તિભાવથી સૂર્યોદય પછી દર્શન કરે છે તેના સાત જન્‍મોના પાપ દુર થાય છે અને તેના માટે સ્‍વર્ગના દરવાજા ખુલી જાય છે.

શ્રાવણ સ્પેશલ- સાબૂદાણાના ચીલડા

   (૭) કાશી વિશ્વનાથઃ ઊત્તરપ્રદેશના કાશી ખાતે સ્‍થિત આ જ્‍યોતિર્લીંગ પ્રલય આવશે ત્‍યારે ભગવાન શિવ પોતાના ત્રિશૂલ પર આ સ્‍થાનને લઇને એની રક્ષા કરશે, અને પ્રલય બાદ એને ફરીથી પ્રસ્‍થાપિત કરશે. કાશીનું ધાર્મિક મહત્‍વ ભારત દેશમાં સૌથી વધુ છે અને એટલે જ બધા ધર્મસ્‍થળોનું કેન્‍દ્રબિંદુ કાશી છે.

   (૮) ત્ર્યંબકેશ્વરઃ આ જ્‍યોતિર્લીંગ મહારાષ્‍ટ્રના ગોદાવરી નદીની નજીક નાશીક જીલ્લામાં આવેલું તેની નજીક જ બ્રહ્માગીરી પર્વત આવેલો છે. જ્‍યાથી ગોદાવરી નદી શરૂ થાય છે. કહેવાય છે કે ભગવાન શિવ ગૌતમ ઋષિ અને ગોદાવરી નદીના આગ્રહથી અહીં બીરાજમાન છે. ભગવાન શિવનું એક નામ પણ ત્ર્યંબકેશ્વર છે.

   (૯) વ્‍યૈધનાથઃ ઝારખંડ રાજ્‍યના દેવઘર જીલ્લા ખાતે વસેલ છે. આ જ્‍યોતિર્લીંગ રામાયણ કાળથી છે અને ધાર્મિક ગ્રંથોમાં રાવણ સાથે સંકળાયેલા હોવાનું પણ લખાયેલું છે. પુરાણો મુજબ આ મંદિર સત્‍યયુગમાં દક્ષ પુત્રી સતિએ જ્‍યારે દેહત્‍યાગ ર્ક્‍યો ત્‍યારે ભગવાન વિષ્‍ણુએ પોતાના ચક્રથી બાવન ટૂકડા ર્ક્‍યા અને એમા હૃદયનો ટૂકડો આ સ્‍થાને પડયો હતો. અને એટલે જ આ જ્‍યોતિર્લીંગ બૈધનાથથી ઓળખાય છે.

   (૧૦) નાગેશ્વર જ્‍યોતિર્લીંગઃ ગુજરાત શ્રી કૃષ્‍ણની નગરીમાં દ્વારિકા ખાતે આવેલું છે. ધર્મ શાસ્રતોમાં ભગવાન શિવને નાગના દેવતા માનવામાં આવ્‍યા છે અને એટલે નાગેશ્વરનું પૂર્ણ અર્થ નાગના ઇશ્વર એવો થાય છે તથા નાગેશ્વરએ ભગવાન શિવનું એક નામ પણ છે. દ્વારિકાથી નાગેશ્વર જ્‍યોતિર્લીંગ ૧૭ માઇલ દૂર છે અને આ જ્‍યોતિર્લીંગના દર્શન જે વ્‍યક્‍તિ શ્રધ્‍ધા અને વિશ્વાસથી કરે એની બધી મનોકામના દર્શન જે વ્‍યક્‍તિ શ્રધ્‍ધા અને વિશ્વાસથી કરે એની બધી મનોકામના ભગવાન શિવ પરિપૂર્ણ કરે છે.

   (૧૧) રામેશ્વરમઃ તામીલનાડુ રાજ્‍યના રામનાથપૂરમ ખાતે આવેલું છે. ૧૨ જ્‍યોતિર્લીંગમાં આવતું આ ધામ, ચારધામ યાત્રામાં પણ સ્‍થાન ધરાવે છે. આ જ્‍યોતિલીૃંગની સ્‍થાપના રામાયણ કાળમાં ખૂદ શ્રી રામે કરી હોવાનું મનાય છે. શ્રી રામે આ જ્‍યોતિર્લીંગ સ્‍થાપિત કરેલું હોવાથી એ રામેશ્વર તરીકે ઓળખાય છે.

   (૧૨) ધૃષ્‍મેશ્વરઃ મહારાષ્‍ટ્રના ઔરંગાબાદના દૌલતાબાદ પાસે આવેલું આ જ્‍યોતિર્લીંગ આત્‍મશાંતિ માટે  પ્રચલિત છે. ધૃષ્‍મેશ્વર અથવા ધૃશ્‍મેશ્વર મહદેવના નામથી પણ આ જ્‍યોતિર્લીંગ પ્રચલિત છે. બૌધ્‍ધ ભિક્ષુકો દ્વારા નિર્મિત ઇલોરાની ગુફાઓ આ ધામની નજીક છે. અહીં ગુરૂ એકનાથની અને શ્રી જર્નાદન મહાજની સમાધી પણ છે.