રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By

Savan somavar - શ્રાવણના સોમવાર કેવી રીતે કરશો ?

શ્રાવણ સોમવારના વ્રતમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પ્રાચીન શાસ્ત્રો મુજબ સોમવારનુ વ્રત ત્રણ પ્રકારનુ હોય છે. સોમવાર, સોળ સોમવાર અને સૌમ્ય પ્રદોષ. સોમવારના વ્રતની વિધિ બધા વ્રતોમાં સમાન હોય છે. આ વ્રતને શ્રાવણ મહિનામાં શરૂ કરવુ શુભ માનવામાં આવે છે.

શ્રાવણ સોમવારનુ વ્રત સૂર્યોદયથી પ્રારંભ કરીને ત્રીજા પ્રહર સુધી કરવામાં આવે છે. શિવ પૂજા પછી સોમવાર વ્રતની કથા સાંભળવી જરૂરી છે. વ્રત કરનારાઓએ દિવસમાં એકવાર ભોજન કરવુ જોઈએ.

- શ્રાવણ સોમવારે બ્રહ્મ મૂર્હતમા સૂઈને ઉઠો.
- આખા ઘરની સફાઈ કરી સ્નાનાઆદિથી નિવૃત થઈ જાવ
- ગંગા જળ કે પવિત્ર જળ આખા ઘરમાં છાંટો
- ઘરમાં જ કોઈ પવિત્ર સ્થાન પર ભગવાન શિવની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો.

સમગ્ર પૂજન તૈયારી પછી નિમ્બ મંત્રથી સંકલ્પ લો.

" શ્રાવણ સોમવારના વ્રતમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પ્રાચીન શાસ્ત્રો મુજબ સોમવારના વ્રત ત્રણ પ્રકારના હોય છે. સોમવાર, સોળ સોમવાર અને સૌમ્ય પ્રદોષ. આ વ્રતની શ્રાવણ મહિનામાં શરૂઆત કરવી શુભ માનવામાં આવે છે."

'मम क्षेमस्थैर्यविजयारोग्यैश्वर्याभिवृद्धयर्थं सोमव्रतं करिष्ये'

આના પરિઘાન નિમ્ન મંત્રથી ધ્યાન કરો

'ध्यायेन्नित्यंमहेशं रजतगिरिनिभं चारुचंद्रावतंसं रत्नाकल्पोज्ज्वलांग परशुमृगवराभीतिहस्तं प्रसन्नम्‌।
पद्मासीनं समंतात्स्तुतममरगणैर्व्याघ्रकृत्तिं वसानं विश्वाद्यं विश्ववंद्यं निखिलभयहरं पंचवक्त्रं त्रिनेत्रम्‌॥

ધ્યાન પછી 'ૐ નમ: શિવાય' થી શિવજીનુ અને 'ૐ નમ: શિવાય'થી પાર્વતીજીનુ ષોડશોપચાર પૂજન કરો.

- પૂજન પછી વ્રત કથા સાંભળો
- ત્યારબાદ આરતી કરી પ્રસાદ વિતરણ કરો
- ત્યારબાદ ભોજન કે ફળાહાર ગ્રહણ કરો.

શ્રાવણ સોમવાર વ્રતનુ ફળ

- સોમવારનુ વત નિયમિત રૂપે કરવાથી ભગવાન શિવ અને દેવી પાર્વતીની કૃપાદ્રષ્ટિ બની રહે છે.
- જીવન ઘન-ઘાન્યથી ભરાય જાય છે.
- બધા અનિષ્ટોનો ભગવાન શિવ હરણ કરી ભક્તોના કષ્ટોને દૂર કરે છે.