શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (17:59 IST)

એન્જેલિક કાર્બેર સિડની ઓપનમાં ચેમ્પિયન

પૂર્વ નંબર વન જર્મનીની એન્જેલિક કાર્બેરે ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીને 6-4, 6-4થી પરાજય આપી સિડની ઓપનનું ટાઇટલ જીતી લીધું છે. વર્ષ 2016 માં યુએસ ઓપન જીત્યા બાદ કાર્બેરનું આ પ્રથમ અને કારકિર્દીનું કુલ ૧૧મું ટાઇટલ છે. કાર્બેર સિડની ઓપનનાં પ્રથમ વાર ભાગ લઈ રહી હતી અને તેમાં તેને સફળતા મળી હતી. કાર્બેર માટે આ વર્ષની શરૂઆત શાનદાર રહી છે. તેણે હોપમેન કપ અને સિડની ઓપનમાં મળી કુલ આઠમી જીત મેળવી હતી. જેમાં વિનસ વિલિયમ્સ અને ડોમનિકા સિબુલ્કોવા સામેના મુકાબલા પણ સામેલ છે.
ટ્રોફી મેળવ્યા બાદ કાર્બેરે કહ્યું કે, હું ફરીથી ઘણું સારું ટેનિસ રમી રહી છું. મારા માટે આ અઠવાડિયું ઘણું સારું રહ્યું છે. બાર્ટી સામે ફાઇનલ મેચ આસાન નહોતી પરંતુ મેં મહત્ત્વપૂર્ણ ક્ષણે સારી રમત દર્શાવી હતી. હવે હું ૨૦૧૬માં મળેલી સફળતાની નજીક પહોંચી રહી હોવાનું અનુભવી રહી છું. કાર્બેર ગત વર્ષે આ સમયે નંબર વનના સ્થાને હતી પરંતુ સતત નિરાશાજનક દેખાવને કારણે ૨૨મા ક્રમાંકે ધકેલાઈ ગઈ છે.