ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Updated : શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (17:53 IST)

ગુજરાતી રેસીપી - ફાડા લાપસી

સામગ્રી - એક કપ ઘઉંના ફાડા અથવા ઘઉંનું થૂલું,એક કપ સાકર, બે કપ પાણી , ચાર ટેબલ-સ્પૂન ઘી, એક ટી-સ્પૂન એલચીનો ભૂકો, ૧૨થી ૧૫ દાણા કિસમિસ, બદામ અને પિસ્તાં લાંબાં સમારેલાં

રીત -  એક પૅનમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં દ્રાક્ષ તેમ જ ઘઉંના ફાડા શેકો. ફાડા હલકા ગુલાબી રંગના શેકાતાં એમાં બે કપ પાણી ઉમેરો. પાણીને ઊકળવા દો અને ફાડાને ધીમા તાપે ચઢવા દો. લાપસીને સરખી રંધાવા દો. હવે એમાં ખાંડ ઉમેરી દો. લાપસી બરાબર રંધાઈ જાય એટલે ગૅસ બંધ કરી એમાં એલચીનો ભૂકો ઉમેરી સરખી રીતે ભેળવી દો. હવે છેક છેલ્લે બદામ તેમ જ પિસ્તાંથી લાપસીને ગાર્નિશ કરો. સર્વિંગ-બાઉલમાં ગરમાગરમ સર્વ કરો. જો લાપસી બહાર ન બનાવવી હોય તો આ મિશ્રણમાં ખાંડ ઉમેરી કૂકરમાં પણ બનાવી શકાય.