મંગળવાર, 19 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By

વસંત પંચમી પર ખાસ બનાવો કેસરિયા ભાત

સામગ્રી - 2 કપ બાસમતી ચોખા, 1 કપ ખાંડ, 1/2 ટી સ્પૂન વાટેલી ઈલાયચી, 2-3 લવિંગ, કેસરના કેટલાક રેસા, 1 ચપટી ખાવાનો પીળો રંગ, 1 ટેબલ સ્પૂન ઘી, 50 ગ્રામ કતરેલા સુકામેવા(કાજુ-બાદામ-કિશમિશ), 1 ટેબલ સ્પૂન દૂધ. 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 

બનાવવાની રીત - સૌ પ્રથમ ચોખાને છુટ્ટો ભાત બને તેવા બાફી લો. હવે એક પેનમાં ઘી ગરમ કરો. તેમા લવિંગ, ઈલાયચી અને પીળો રંગ નાખો. હવે ચોખાને નાખી બે મિનિટ ચલાવો. પછી તેમા ખાંડ નાખીની મિક્સ કરો. ખાંડ ઓગળતા દૂધમાં ઓગાળેલી કેસર અને કતરેલા સુકામેવા નાખીને હલાવો. કેસરિયા ભાત તૈયાર છે.