મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By

ગણેશજી માટે બનાવો રવાના લાડુ

સામગ્રી - 100 ગ્રામ સોજી, 250 મિલી લીટર દૂધ, 10 ગ્રામ ઘી, અડધો કપ ખાંડ(દળેલી), 1 ચપટી ઇલાયચી.

બનાવવાની રીત - એક નોન સ્ટિક પેનમાં સોજી સામાન્ય ભૂરા રંગની થાય ત્યાં સુધી શેકી લો. પછી તેમાં ઘી અને દૂધ મિક્સ કરો. આને ત્યાંસુધી મિક્સ કરો જ્યાંસુધી મિશ્રણ થોડું ચિકણું ન લાગે. પછી તેમાં ઇલાયચી પાવડર નાંખી મિક્સ કરો અને મિશ્રણ લાડુ વાળવા જેવું લાગે એટલે પેનને ગેસ પરથી ઉતારો અને મિશ્રણમાં દળેલી ખાંડ મિક્સ કરો. ત્યારબાદ આ મિશ્રણમાંથી નાના-નાના લાડુ બનાવી લો. જ્યારે લાડુ સૂકાઇ જાય એટલે તેને એર ટાઇટ ડબ્બામાં ભરી લો. ઇચ્છો ત્યારે તેનો સ્વાદ માણો. તમે ઇચ્છો તો આમાં મનપસંદ ડ્રાયફ્રુટ્સ પણ ઉમેરી શકો છો.