સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

travel-astrology- દરેક કામ કરતા પહેલા આ વસ્તુ ખાશો તો મળશે સફળતા

ભારતીય હિંદૂ ઘરમાં જ્યારે પણ કોઈ ઘરમાંથી બહાર જાય છે તો દહી, ખાંડ, ગોળ વગેરે ખાઈને નીકળો છો. મોટા વડીલોનું માનવુ છે કે આવુ કરવાથી  દિવસ શુભ રહે છે અને જે કામ માટે  જઈ રહ્યા હોય છે તે પુર્ણ થાય છે. તેમા કોઈ વિઘ્ન આવતુ નથી. 
 
જ્યોતિષશાસ્ત્રીઓનુ માનીએ તો આ વસ્તુઓ રોજ પોતાનો શુભ પ્રભાવ આપી શકતી નથી. તેથી રોજ જુદી જુદી વસ્તુઓ ખાઈને ઘરથી નીકળવુ જોઈએ જેથી તમને દરેક કામમાં સફળતા મળે. 
 
જ્યારે ઈંટરવ્યુ અથવા શુભ કામ માટે ઘરમાંથી જઈ રહ્યા હોય તો આ વાતોનુ ધ્યાન રાખો. સફળતાનો શૉટ કટ છે આ ટિપ્સ... 
 
- સોમવારે ઠંડુ દૂધ પીને જાવ 
- મંગળવારે ગોળ ખાઈને જાવ 
- બુધવારે તલ ખાઈન જાવ 
- ગુરૂવારે દહી ખાઈને જાવ 
- શુક્રવારે જવ અથવા ઘી ખાઈને જાવ 
- શનિવારે તલ કે અડદ ખાઈને જાવ 
- રવિવારે ઘી ખાઈને જાવ