મકર - શારીરિક બાંધો
મકર રાશિવાળા લોકોનો હાથ મોટો, ચોરસ અને રચનાત્મક હોય છે. લંબાઈ કરતા પહોળાઇ વધારે હોય છે. અંગુઠામાં લચક ન હોવાથી આગળ ઢળતો નથી. શુક્ર નુ ક્ષેત્ર મોટું હોય છે અને શનિનું ક્ષેત્ર પણ યોગ્ય વિકસિત હોય છે. મકર રાશિવાળાનો પ્રભાવ શરીરના સાંધા, હાંડકા, શ્રવણેદ્રિય તથા ધુંટણ વગેરે પર થાય છે. આથી આ રાશિના લોકો ને વાત શુળ આદિ રોગ થઇ શકે છે. આ રાશિવાળા લોકોની છાતી, ઇન્દ્રિય, હાથ અથવા ગળા પર તલનું નિશાન હોય છે.