ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Butter તમારા આરોગ્ય માટે છે ગુણકારી, જાણો આ 8 ફાયદા ... .

માખણ દરેક ઘરમાં જોવા મળે છે. તેનો ઉપયોગ આપણે ખાવામાં કરીએ છીએ. તેમા કેલોરીઝની માત્રા વધુ હોય છે. 
જો તેને રોજ ખાવામાં આવે તો તેનાથી તમારુ વજન ખૂબ વધી પણ શકે છે.  પરંતુ તેમા એવા કેટલાક ગુણ છે જે 
આપણા આરોગ્ય સારા છે. તેમા વિટામિન અને એટીઓક્સીડેંટ્સ વધુ પ્રમાણમાં રહેલા છે. તેથી આ નાના બાળકોને ઉછેરવા માટે ખૂબ જ લાભકારી છે. જેને લિવર સંબંધી સમસ્યા રહે છે એમને માટે બટરમાં બનાવેલ ખોરાક સુપાચ્ય રહે છે.  આજે અમે તમને માખણથી આરોગ્યને થનારા લાભ વિશે બતાવીશુ. 
1. સારો મૂડ - માખણમાં વધુ પ્રમાણમાં સેલેનિયમ હોય છે.જેને ખાવાથી આપણી નર્વસ સિસ્ટમ સારી રહે છે. જ્યારે આપણે તેન ગરમાગરમ શાકમાં નાખીને ખાઈએ છીએ તો તેને જોતા જ આપણો મૂડ સારો થઈ જાય છે અને શાકનો સ્વાદ પણ વધી જાય છે. 
 
2. થાઈરોઈડ - માખણ થાઈરોઈડ ગ્રંથિને ઠીક કરવા માટે ખૂબ જ લાભકારી છે. કારણ કે તેમા વિટામિન એ ની માત્રા વધુ જોવા મળે છે. જો તમે વિચારો છો કે તેને ખાવાથી તમારુ વજન વધી જશે તો એવુ નથી. 
 
3. મગજનો વિકાસ - માખણ ખાવાથી બાળકોના મગજનો સારો વિકાસ થાય છે અને આંખોની રોશની સારી રહે છે. તેથી તમારા બાળકોને ખાવામાં દૂધ અને માખણ જરૂર આપો. 
 
4. એનર્જી લેવલ વધારે - બટર ખાધા પછી આપણા શરીરમાં ફૈટમાં પરિવર્તિત થાય છે અને જરૂર પડતા તે આપણુ એનર્જી લેવલ વધારે છે.  
 
5. કેંસર અને ટ્યૂમર - માખણમાં એંટીઓક્સીડેંટનું પ્રમાણ વધુ હોય છે અને આ આપણને કેંસર કે ટ્યૂમરથી બચાવે છે. આનો પ્રયોગ એંટી એજિંગ ક્રિમમાં પણ કરવામાં આવે છે. 
 
6. ત્વચામાં ચમક - માખણને ચેહરા પર લગાવવાથી ત્વચા કોમળ બને છે અને ચેહરા પર નિખાર આવે છે. 
 
7. બટર ખાવાથી સારી ઉંઘ આવે છે 
 
જ્યારે પણ તમને કામ કર્યા પછી થાક લાગે ત્યારે આવા સમયે રાત્રે જમવામાં બટર જરૂર લો. તેને ખાવાથી સારી ઉંઘ આવે છે કારણ કે તેમા સેલેનિયમ હોય છે. 
 
8. વિટામીન ડી - માખણમાં વિટામિન ડી નુ પ્રમાણ વધુ જોવા મળે છે. તેથી તેને નાસ્તામાં ન ખાવુ જોઈએ. માખણને ચેહરા પર લગાવવાથી ત્વચા કોમળ બને છે અને ચેહરા પર ગ્લો આવે છે.