શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (17:59 IST)

શુ હજુ પણ તમે મોબાઈલને આધાર સાથે લિંક નથી કર્યો ? તો જાણી લો કેવી રીતે કરશો

હજુ પણ જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો જલ્દી બનાવી લો. કારણ કે હવે આધાર વગર તમારો મોબાઈલ ચાલે નહી. ઉલ્લેખનીય છે કે સરકારે મોબાઈલ નંબરને આધાર સાથે જોડવુ અનિવાર્ય કરી દીધુ છે. આધારને મોબાઈલ સાથે લિંક કરવાનો તમારી પાસે ફેબ્રુઆરી 2018 સુધીનો સમય છે. તેથી અમે તમને આધાર સાથે મોબાઈલ સિમ કાર્ડને લિંક કરવાની રીત બતાવી રહ્યા છીએ. 
 
કેમ જરૂરી છે લિંક કરવુ 
 
સરકારનુ કહેવુ છે કે આ નિર્ણય અપરાધિયો.. ષડયંત્રકારી અને આતંકવાદીઓને સામાન્ય નાગરિકોના નામે સિમનો ઉપયોગ કરવાથી રોકવા માટે છે. સાથે જ સુપ્રીમ કોર્ટે પણ આ આદેશ આપ્યો છે કે યૂઝરના વેરિફિકેશન માટે યૂઝર્સના સિમ કાર્ડને તેના આધાર સાથે લિંક કરવુ જરૂરી છે. 
 
લિંક કરવાની અંતિમ તારીખ 
 
ફેબ્રુઆરી 2018 પછી જે સિમ આધાર નંબર સાથે લિંક નહી હોય તેને ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. 
 
કેવી રીતે કરશો લિંક 
 
એક મોબાઈલ કંપનીના કસ્ટમર કેયર એક્ઝીક્યુટિવ સાથે વાતચીત મુજબ આધારને લિંક કરાવવા માટે તમારે તમારા નિકટના રિટેલર પાસે જવુ પડી શકે છે કે પછી ઓપરેટરના નિકટના સ્ટોર પર જઈને બાયોમેટ્રિક સિસ્ટમ દ્વાઅરા તમારા મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરી શકો છો. 
સ્ટેપ 1 - ઓપરેટર દ્વારા SMS મળતા જ તમારા આધાર કાર્ડને લઈને નિકટના રિટેલ સ્ટોર પર જાવ 
સ્ટેપ 2 - સ્ટોરમાં રહેલ એક્ઝીક્યુટિવ કે ડેસ્ટ પર તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ ડિટેલ આપો 
સ્ટેપ 3 - સ્ટોર એક્ઝીક્યુટિવ તમારા મોબાઈલ પર એક વેરિફિકેશન કોડ મોકલશે. જેને એક્ઝીક્યુટિવને બતાવીને કન્ફર્મ કરવો પડશે. 
સ્ટેપ 4 - ત્યારબાદ તમારા ફિંગરફ્રિંટ વેરિફિકેશન કરાવવામાં આવશે. 
સ્ટેપ 5 - 24 કલાકની અંદર તમારા મોબાઈલ પર ફાઈનલ વેરિફિકેશન કોડ આવશે. તમારે આ મેસેજનો જવાબ Yes (Y)માં આપવો પડશે. 
સ્ટેપ 6 - તમારો મોબાઈલ નંબર હવે આધાર કાર્ડ સાથે લિંક થઈ ચુક્યો છે.