ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: બુધવાર, 4 જુલાઈ 2018 (17:53 IST)

શુ તમારુ બાળક પણ માટી ખાય છે તો જરૂર વાંચો ?

મોટાભાગે તમે કેટલાક બાળકોને માટી ખાતા જોયા હશે. બાળકની આ ટેવને જોઈને માતાપિતા પરેશાન થવા માંડે છે.  કારણ કે બાળકો જ્યારે ગંદી માટે ખાય છે તો
તેને પેટમાં કીડા પડી જાય છે જે તેની આરોગ્યને ખરાબ કરી નાખે છે.  બાળકનઈ આ ટેવને છોડાવવા માટે પેરેટ્સ દરેક શક્ય કોશિશ કરે છે. પણ છતા પણ બાળકો પોતાની આ ટેવ છોડી શકતા નથી.  જો તમારા બાળકને પણ માટી ખાવાની ટેવ છે તો આજે અમે તમને કેટલાક ઘરેલુ નુસ્ખા બતાવીશુ જે ખૂબ કામ આવશે. 
 
1. બાળકના શરીરમાં જ્યારે કેલ્શિયમની કમી થાય છે તો તે માટી ખાવા માંડે છે. આવામાં બાળકને એવો ખોરાક આપો જેમા ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય. 
2. માટી ખાવાની ટેવને છોડાવવા માટે બાળકને લવિંગનુ સેવન કરાવો. લવિંગની કેટલીક કળીઓ લો. તેને પાણીમાં ઉકાળો. હવે બાળકને દિવસમાં બે-ત્રણ વાર 1-1 ચમચી પીવડાવો. આવુ કરવાથી થોડાક જ દિવસમાં માટી ખાવાની ટેવ છૂટી જશે. 
3 . બાળકને રોજ મધ સાથે કેળા ખવડાવો. થોડા જ દિવસમાં તેની માટી ખાવાની ટેવ છૂટી જશે. 
4. માટી ખાનારા બાળકને થોડા પાણીમાં કેરીની ગોટલીનુ ચૂરણ મિક્સ કરીને દિવસમાં 2-3 વાર પીવા આપો.  તેને પીવાથી પેટના કીડા મરવાની સાથે બાળક માટી ખાવુ પણ છોડી દેશે. 
5. રોજ રાત્રે કુણા પાણી સાથે બાળકને એક ચમચી અજમાનુ ચૂરણ આપો. તેનાથી બાળકની માટી ખવાની ટેવ છૂટી જશે.