Widgets Magazine
Widgets Magazine

Gujarat Election Survey - હાલ ચૂંટણી થાય તો જાણો BJPને 144થી વધુ અને કોગ્રેસને 26-35 સીટો

શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2017 (10:14 IST)

Widgets Magazine

પાટીદાર આંદોલન અને દલિત ઉત્પીડનની ઘટનાઓની ગુજરાતમાં બીજેપીની પકડ પર અસર નહીં પડે? અને સીએસડીએસ લોકનીતિ સર્વે મુજબ ગુજરાતમાં ભાજપની ફરી એકવખત સત્તા આવશે. ઓપિનિયન પોલમાં કહેવાયું છે કે, ભાજપને 144-152 સીટો મળી શકે છે, તો કોંગ્રેસને માત્ર 26-35 સીટો મળવાનું અનુમાન છે.
 
આ સર્વે પ્રમાણે ભાજપને 144-152 બેઠકો મળી શકે છે. કૉંગ્રેસને 26-35 બેઠકો મળી શકે છે, જ્યારે અન્યોના ખાતમાં 3-7 બેઠકો મળી શકે છે.
 
આ સરવેમાં જાણવા મળ્યું કે આજે જો ચૂંટણી યોજાય તો 59 ટકા મત ભાજપને મળી શકે છે, જ્યારે કૉંગ્રેસને 29 ટકા મતો મળી શકે છે.
 
આપણી ચેનલ એબીપી અસ્મિતાએ આ સર્વે લોકનીતિ-CSDS નામની એજંસી પાસે કરાવ્યો છે. રાજ્યના 200 વિસ્તારોમાં 4,090 મતદારોને મળીને સેમ્પલ સર્વે કર્યો છે. કેમ કે, રાજ્યની વિધાનસભા 182 બેઠકોની છે ત્યારે એક જ નેચરની ચાર બેઠકોમાંથી એક બેઠક પ્રમાણે 50 બેઠકોને આ સર્વેમાં સમાવી છે.
 
ઓપિનિયન પોલમાં ભાગ લેનારા 59 ટકા લોકોએ કહ્યું કે, હાલમાં ચૂંટણી થાય તો તે સત્તાધારી પાર્ટીને જ ફરી વોટ આપશે, માત્ર ૨૯ ટકા લોકોએ કોંગ્રેસના પક્ષમાં જવાની વાત કહી. તેનો અર્થ છે કે, ભાજપ 2014 લોકસભા ચૂંટણીમાં મળેલા સમર્થનને અત્યાર સુધી સંભાળવામાં સફળ રહ્યો છે.   પોલ મુજબ, ભાજપ સમગ્ર ગુજરાતમાં સ્વીપ કરી શકે છે. સૌથી વધુ સમર્થન સૌરાષ્ટ્ર અને કચ્છમાં મળી શકે છે, જયાં 65 ટકા વોટર્સ તેના પક્ષમાં દેખાઈ રહ્યા છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે પાર્ટી અંદર કે બહાર કોઈ પડકાર નથી. તેમને 24 ટકા લોકો ફરી મુખ્યમંત્રી બનતા જોવા ઈચ્છે છે. 7 ટકા લોકોએ કહ્યું કે, તે મોદીને ફરી મુખ્યમંત્રી બનતા જોવા ઈચ્છે છે, તો માત્ર 2 ટકા લોકોએ રાજયના આગામી મુખ્યમંત્રી તરીકે અમિત શાહને પોતાની પસંદ બતાવ્યા. 43 ટકા લોકોએ પસંદગીના મુખ્યમંત્રી તરીકે કોઈ ઉમેદવારનું નામ ન લીધું.
 
ગુજરાતમાં ચૂંટણીની હલચલ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે પોતાના 67માં જન્મદિવસે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપના પ્રચાર અભિયાનની શરૂઆત કરશે.  ભાજપ અધ્યક્ષ અમિત શાહે તાજેતરમાં જ નાણાંમંત્રી અરૂણ જેટલીને ગુજરાતના ચૂંટણી પ્રભારી નિમ્યા છે. કેન્દ્રિય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, નિર્મલા સીતારમન, જિતેન્દ્ર સિંહ અને પીપી ચૌધરીને રાજયના સહ-પ્રભારી બનાવાયા છે. શાહે પુષ્ટિ કરી છે કે, પાર્ટી મુખ્યમંત્રી વિજય રૂપાણીના ચહેરાને આગળ રાખી વિધાનસભાની ચૂંટણી લડશેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં 150 સીટો મેળવવાનો વિશ્વાસ હોય તો ભાજપે કોંગ્રેસનું કેસરિયાકરણ કરવાની જરૂર ખરી?

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. એક બાજુ કેન્દ્રના બંને ગુજરાતી નેતાઓ ગુજરાતની મુલાકાતો ...

news

ગુજરાતની ચૂંટણીઓમાં કોઈ કચાશ ન રાખવા કોંગી હાઈકમાન્ડ કટીબદ્ધ

કોંગ્રેસ હાઈકમાન્ડ ૨૦૧૭ની વિધાનસભામાં અગાઉની કોઈ ભૂલ કે બેદરકારીને દોહરાવવા માંગતી નથી. ...

news

જાપાનના પીએમની હાજરીમાં વડાપ્રધાન મોદી અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે

દેશના સૌ પ્રથમ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનો અમલ હવે ટૂંક સમયમાં થવા થઈ રહ્યો છે. ...

news

ભાજપમાં આ વખતે કેટલાય મોટા માથાની ટિકીટો કપાશે

ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપના ટોચના નેતાઓમાં ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine