મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2017 (10:31 IST)

ઘરેલુ રાંધણગેસના બાટલાના ભાવમાં 73 રૂપિયાનો વધારો

મોંઘવારીએ ફરી એકવાર ગૃહિણીઓના બજેટને હલાવી દીધુ છે. ઓઇલ કંપનીઓએ આજે મોટો ઝાટકો આપ્યો છે. 14.2  કિલોગ્રામના  રાંધણગેસના બાટલાના ભાવમાં 73 રૂપિયા જયારે ૧૯ કિલોના કોમર્શીયલ બાટલાના ભાવમાં 113.50  રૂ.નો વધારો જાહેર કરવામાં આવ્યો છે આનો આજથી અમલ શરૂ થઇ ગયો છે.
 
   આજથી અમલમાં આવેલ નવા ભાવ બાદ ઘરેલુ સીલીન્ડર માટે ગ્રાહકે 560 ને બદલે હવે 633 રૂ. ચુકવવા પડશે. કિંમતમાં થયેલા વધારાને કારણે લીન્કઅપ બેંક ખાતામાં જમા થનાર રકમ પણ 78.99 થી વધીને હવે 145.71  રૂ. આવશે.  19  કિલોનો કમર્શીયલ બાટલો અત્યાર સુધી રૂ.1036માં મળતો હતો તેના હવે રૂ.1149.50 ચુકવવા પડશે. રાંધણગેસના ભાવમાં વધારાથી ભારે ઉહાપોહ મચી ગયો છે