બ્રેડ રોલ્સ

બ્રેડ રોલ્સ

Last Updated: રવિવાર, 12 નવેમ્બર 2017 (09:30 IST)
સામગ્રી : 5-6 બ્રેડ,બાફેલા બટાકા, મીઠું,સમારેલા લીલા મરચાં, ચપટી મરી પાવડર, ગરમ મસાલો, ડુંગળી સમારેલી,કોથમીર ,તળવા માટે તેલ અથવા ઘી.
બનાવવાની રીત:
બાફેલાને મેશ કરી એમાં મીઠું, મરી, ગરમ મસાલો ,ડુંગળી અને કોથમીર નાખી મિક્સ કરો . બ્રેડની કોર ચારે બાજુ
છરીથી કાપી બ્રેડને પાણીમાં પલાડી હાથથી દબાવી વધારાના પાણી કાઢી નાખો. બટાકાના મિશ્રણને બ્રેડ વચ્ચે મુકી લાંબા રોલ જેવો આકાર બનાવો. આ રોલને કઢાહીમાં તેલ ગરમ કરી તળો. બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. ગરમાગરમ
બ્રેડ રોલ્સ ચટણી અથવા સોંસ સાથે સર્વ કરો.


આ પણ વાંચો :