ગોરખપુર પેટાચૂંટણી - યોગીની સીટને લઈને ઘમાસાન, પહેલીવાર જાતીય મોર્ચાબંદી

શનિવાર, 10 માર્ચ 2018 (10:38 IST)

Widgets Magazine
yogi aditynath

એક વર્ષથી સત્તાના કેન્દ્ર બનેલ ગોરખનાથ મંદિરની પરંપરાગત સીટ સદરમાં રોચક અને કાંટાની ટક્કર દેખાય રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સીટ બચાવવા અને છીનવાની કોશિશમાં ગામે ગામે  દોડભાગ તહી રહી છે. આ ઓછા શોરગુલવાળી ચૂંટણી છે. જેમા ઘર ઘર જઈને વોટ માંગવાની નીતિ પર બધા ઉમેદવાર વિશ્વાસ કરી રહ્યા છે.  સપા ઉમેદવારને બસપાના સમર્થન પછી ટક્કર કાંટાની છે. સપા-બસપાના સમજૂતી કરવાથી નારાજ કોંગ્રેસ પોતાના ઉમેદવારને લોકસભા મોકલવાની કોશિશમાં પૂરી તાકત લગાવી રહી છે. 
બીજી બાજુ જોવા જઈએ તો મુદ્દાના નામ પર સૌના હાથ ખાલી છે.  ગોરખપુરમાં બસ યોગીની સીટ બચાવવા-છીનવાનો જ મુદ્દો છે.  ગોરખપુરની રાજનીતિને દસકોથી જોઈ રહેલ રાજકારણ પ્રેક્ષકોનુ કહેવુ છે કે સૌથી મોટો પડકાર પોતાના વોટરને બૂથ સુધી મોકલવાનો રહેશે.  જે પોતાના વોટરોને ઘરમાંથી કાઢીને બૂથ સુધી લઈ જવામાં સફળ રહેશે તે જીતના એટલો જ નિકટ રહેશે.   અગાઉની લોકસભા ચૂંટણીમાં ગોરખપુર સીટ પર મતદાન 52.86 ટકા થયુ અને યોગી આદિત્યનાથ 3.12 લાખ વોટોના અંતરથી જીત્યા હતા.  માનવામાં આવી રહ્યુ છે કે પેટાચૂંટણીમાં મતદાન તકા સામાન્ય ચૂંટણીની તુલમાં ઓછુ જ રહે છે. 
ગોરખપુરમાં પહેલીવાર જાતીય મોરચાબંધી 
 
1989થી સતત ગોરખનાથ મંદિરના કબજાવાળી સદર લોસ સીટ પર પહેલીવાર જોરદાર જાતીય મોરચાબંધી જોવા મળી રહી છે.  અત્યાર સુધી લોકોના મંદિર સાથે જોડાયેલ અને પીઠાધીશ્વરના ઉમેદવાર હોવાથી છેવટે જાતીય સીમાઓ તૂટી જતી હતી.  જોરદાર ધ્રુવીકરણ થતુ હતુ. આ જ કારણ છે કે છેલ્લા 29 વર્ષથી કોઈપણ દલ પીઠાધીશ્વરો પાસેથી આ સીટ છીનવી શક્યુ નથી.  છેલ્લા 29 વર્ષમાં આવુ પહેલીવાર છે જ્યારે પીઠાધીશ્વર યોગી આદિત્યનાથ પોતે ચૂંટણી મેદાનમાં નથી.  સીટ તેમના રાજીનામાથી જ ખાલી થઈ છે.   ભાજપાએ સંગઠનમાં ક્ષેત્રીય મંત્રી ઉપેન્દ્રદત્ત શુકલને ઉમેદવાર બનાવ્યા છે.  યોગી માટે ચૂંટણી પ્રતિષ્ઠાનો સવાલ છે.  બીજી બાજુ સપાએ જાતીય આંકડાને જોતા નિષાદ પાર્ટીના અધ્યક્ષના પુત્રને ઉમેદવાર બનાવ્યા.  નિષાદ યાદવ મુસ્લિમ વોટબેંકનો ફાયદો લેવાનો આ દાવ ચલાવી ગયા.  ઉપરથી બસપાના સમર્થને આ ગઠબંધનને મજબૂતી આપી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

બહેનના લગ્નમાં વટથી ખર્ચ કર્યો છે જેનાથી જે થાય તે કરી લે - હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીર હાર્દિક પટેલે તેની બહેનના લગ્નમાં કરેલા ...

news

શુ મોહમ્મદ શમીની 'બેવફાઈ' તેનુ કેરિયર ડુબાડશે ?

છેલ્લા બે દિવસથી ભારતીય મીડિયામાં મોહમ્મદ શમી છવાયેલા છે પણ ખોટા કારણોથી.. બે દિવસ ...

news

રંઘોળા અકસ્માતમાં 35ના મોત બાદ સરકારની 895 બ્રિજ પર રેલિંગ બનાવવાની જાહેરાત

ભાવનગરના રંઘોળા ગામે થયેલા અકસ્માતમાં 35 લોકોના મોત થયા હતા. આ ઘટનાને પગલે રાજ્યભરમાં ...

news

ગુજરાતમાં 2 વર્ષમાં 40,940 અકસ્માતોમાં 15,425ના મોત થયાં

વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ, ગુજરાતમાં વર્ષ 2016 અને 2017માં 40,940 અકસ્માતોના ...

Widgets Magazine