શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 ફેબ્રુઆરી 2018 (15:54 IST)

ચોરવાડના હોલિડે કેમ્પને હવે લીલીઝંડી, આ ઐતિહાસિક ધરોહર ફરી સજીવન થશે

એક સમયે જૂનાગઢના નવાબનું એ ફેવરીટ ડેસ્ટીનેશન ખંડેર હાલતમાં છે ત્યારે હોલિડે કેમ્પ હવે ફરી એકવખત વિકસીત થવા જઇ રહ્યુ છે. આ માટે જરૂરી વિકાસની લીલીઝંડી આપવામાં આવી છે. ગીર સોમનાથ  જિલ્લામાં ચોરવાડથી 4 કિલોમીટર દૂર આવેલ હોલિડે કેમ્પ એક સમયે સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ઓળખાતો  હતો. આજે તેનો સી ફેઇસ હવા મહેલ આજે ખંઢેર બનીને ભાસી રહ્યા છે. જૂનાગઢના છેલ્લા નવાબ ઉનાળાના 4 મહીના અહીં રોકાતા હતા. જૂનાગઢના નવાબ મહોબ્બતખાને વર્ષ 1928 માં આ મહેલ બનાવ્યો હતો.

નવાબ અને તેમનો રસાલો ઉનાળાની રજા માણવા અહીં આવતા હતા. ખાસ હવા ખાવા માટે નવાબ આ મહેલની મુલાકાત લેતા હોવાથી  આ મહેલ હવા મહેલ તરીકે ખ્યાતી પામ્યો. વર્ષ 1947 માં આઝાદી બાદ મહેલનો કબ્જો પ્રવાસન ખાતાએ લીધો હતો. સી ફેઇસ હવા મહેલમાં 12 રૂમો હતા. વર્ષ 1978માં બીજો મહેલ બનાવાયો જેમા બી ગ્રેડના 18 રૂમો બનાવાયા હતાં. વર્ષ 1984માં પ્રવાસન વિભાગે સી ગ્રેડના 16 કોટેજ બનાવ્યા. સમય સાથે સરકારે ઐતિહાસિક ધ્યાન કેન્દ્રિત તો કર્યુ, પણ તેમનો વારસો સાચવવામાં સરકાર ક્યાંક નિષ્ફળ રહી તે પણ હકીકત છે.  હાલમા હવા મહેલની હાલત ખંડેર જેવી છે. વર્ષ 1993માં મહેલની ખાનગીકરણની પ્રકીયા હાથ ધરાઇ હતી. પેલેસ અને સંલગ્ન 70 રૂમોના ખાનગી કરણની પ્રકિયાઓ હાથ ધરાઇ હતી. મહેલની કથળતી હાલતે વર્ષ 1993 થી  1998 સુધી મહેલ બંધ રખાયો. ચોરવાડના દરીયા કિનારે આવેલ હવા મહેલ દેશ વિદેશના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતો. વર્ષો પહેલા જૂનાગઢના નવાબ અહીં ઉનાળાના સમયે હવા ખાવા માટે આવતા હતા ત્યારે હાલ મહેલની ખૂબજ જર્જરીત હાલત હોય ત્યારે સહેલાણીઓ ઓછા આવે  છે. ત્યારે આ ઐતિહાસિક ધરોહરને જીવંત કરવા સરકારે લીલીઝંડી આપી છે. ત્યારે આ હોલીડે કેમ્પને પહેલા કરતા વધુ સુંદર બનાવનું આયોજન કરાયુ છે.