ગુજરાતમાં પદ્માવત ફિલ્મ દર્શાવવા માટે રિટ થઈ

ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (11:48 IST)

Widgets Magazine


વિવાદના વંટોળમાં ઘેરાયેલી સંજય ભણસાલી નિર્મિત પદ્મવત ફિલ્મને ગુજરાતમાં દર્શાવવા માટે જરૃરી સુરક્ષા પૂરી પાડવા અને સત્તાવાળાઓને નિર્દેશો આપવા ફિલ્મ રિલીઝના હક ધરાવતી કંપનીએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરી છે અને તેની તાત્કાલિક સુનાવણી હાથ ધરાય તે માટે કોર્ટને વિનંતી કરી છે. આ રિટની આવતીકાલે સુનાવણી હાથ ધરાય તેવી સંભાવના છે. પદ્દમાવતી રાણીના જીવન પર આધારિત ફિલ્મ પદ્દમાવતને ગુજરાતમાં દર્શાવવામાં આવી નથી. સુપ્રીમકોર્ટે ચુકાદો આપ્યો હોવા છતાં આ ફિલ્મ રિલીઝ થઇ શકી નથી. રાજપૂત સમાજ અને કરણી સેનાએ તેનો વિરોધ કર્યો છે અને આ વિરોધના પગલે ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં અમદાવાદ શહેરમાં પાંચ જેટલા મલ્ટીપ્લેક્સ ભારે તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની છે. આ ફિલ્મના રિલીઝના હક ધરાવતી વાયકોમ કંપનીએ હાઇકોર્ટમાં રિટ કરી છ અને ફિલ્મ દર્શાવી શકાય તે માટે મલ્ટીપ્લેક્સ સિનેમાગૃહો અને થિયેટર માલિકોને જરૃરી રક્ષણ પૂરૃં પાડવામાં આવે તે માટે નિર્દેશો આપવા દાદ માગી છે. વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય અને ધંધા રોજગાર વેપારના મૂળભૂત અધિકાર અન્વયે આ રિટ કરવામાં આવી છે અને તેની તાત્કાલિક સુનાવણી હાથ ધરવા પણ વિનંતી કરવામાં આવી છે.

 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પદ્માવત રિલીઝ ફિલ્મ પદમાવત પદ્માવત વિરોધ કરણી સેના ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર ગુજરાત-mp સહિત પાંચ રાજ્યોમાં નહી. ગુજરાત બંધ Padmavat Sensex Karni Sena Film Padmavat ભારત Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News Padmavat Story Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Love Point સમાન અમદાવાદનો રિવરફ્રન્ટ તોડ બાજીનું સ્થળ બની રહ્યું છે

લવ પોઇન્ટ સમાન અમદાવાદનો રિવરફ્રન્ટ તોડ બાજીનું સ્થળ બની રહ્યું હોય તેવો કિસ્સો પ્રકાશમાં ...

news

આગામી માર્ચથી ગુજરાતમાં કાર સાથે દરિયાઈ મુસાફરી કરી શકાશે

ગુજરાતના દરિયા કિનારે બહુ જલદી એક જહાજ આવી રહ્યુ છે જેમાં તમે તમારી કાર અથવા ટ્રક સાથે ...

news

સરકાર રીઝર્વેશન એક્ટની માંગણી સ્વીકારે - જિજ્ઞેશ મેવાણી

વડોદરાના દલિત સમાજ દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આવેલા વડગામના ધારાસભ્ય ...

news

શાળાઓમાં ગુજરાતીને ફરજીયાત વિષય બનાવવા સરકાર કમરકસી રહી છે

ગુજરાતની રૂપાણી સરકાર તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાના અભ્યાસને ફરજીયાત બનાવી રહી હોવાનુ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine