75 નગરપાલિકાઓમાંથી 44 પર ભાજપ,17 પર કોંગ્રેસનો વિજય, ટાઇ-4, અપક્ષ-5 પર

સોમવાર, 19 ફેબ્રુઆરી 2018 (16:42 IST)

Widgets Magazine
news gujarat civic poll


ગુજરાતમા યોજાયેલી 75 નગરપાલિકાઓની ચૂંટણીઓમા ભાજપનો ઘોડો આગળ ધપ્યો છે. જ્યારે કોંગ્રેસ ઢીલી પડી છે. અત્યાર સુધીના રુઝાનમાં ભાજપે કોંગ્રેસને જબરદસ્ત પરાજય આપ્યો છે. પીએમ મોદીના વતન વડનગરમાં કોંગ્રેસને 28માંથી માત્ર એક જ સીટ મળી છે. જ્યારે વિજાપુરમાં પણ કોંગ્રેસને 28માંથી માત્ર 6 સીટો મળી છે. બીજી બાજુ સૌરાષ્ટ્રની ૨૫ નગરપાલિકા ચુંટણીની મતગણતરી કરી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં જામનગર, દ્વારકા અને મોરબી જીલ્લાની સાત નગરપાલિકા પૈકી છ પર ભાજપે કબજો કર્યો છે અને એકમાત્ર સલાયા નગરપાલિકા જીતવામાં કોંગ્રેસને સફળતા મળી છે.
news gujarat civic poll

જામનગર જીલ્લાની જામજોધપુર, કાલાવડ અને ધ્રોલ નગરપાલિકા તેમજ દ્વારકા જીલ્લાની ભાણવડ, દ્વારકા અને સલાયા નગરપાલિકા અને મોરબી જીલ્લાની હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં શનિવારે મતદાન બાદ આજે મતગણતરી યોજવામાં આવી હતી જે સાત નગરપાલિકા પૈકીની છ માં ભાજપનો કબજો હતો જ્યારે એકમાત્ર ધ્રોલ પાલિકામાં કોંગ્રેસનું શાસન રહ્યું હતું અને આજે પરિણામો જાહેર થતા ભાજપે સાતમાંથી પોતાની છ નગરપાલિકા જીતી લેવામાં સફળતા મેળવી છે. ધ્રોલ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન તોડીને ભાજપે ભગવો લહેરાવ્યો છે તો સામે કોંગ્રેસે વળતો પ્રહાર કરતા સલાયા નગરપાલિકા ભાજપ પાસેથી આંચકી લીધી છે આમ છતાં ભાજપનો હાથ ઉપર રહ્યો એમ કહી શકાય કારણકે આ ત્રણ જીલ્લાની છ નગરપાલિકા ભાજપના કબજામાં હતી અને એ છ પાલિકાનું શાસન ભાજપે જાળવી રાખ્યું છે.
news gujarat civic poll

જામનગર જીલ્લાના જામજોધપુર પાલિકામાં ભાજપે ૨૦ જ્યારે કોંગ્રેસે ૦૮ બેઠકો મેળવી છે, કાલાવડ નગરપાલિકામાં ભાજપે ૧૮ જ્યારે કોંગ્રેસને ૧૦ બેઠકો મળી છે અને ધ્રોલ નગરપાલિકા જ્યાં કોંગ્રેસનું ૨૨ વર્ષનું શાસન તોડીને ભાજપે ૨૨ બેઠક, કોંગ્રેસને ૦૪ જ્યારે બીએસપીએ ૦૨ બેઠકો જીતી હતી. તે ઉપરાંત મોરબી જીલ્લાની હળવદ નગરપાલિકા જ્યાં ભાજપનું જ શાસન હતું તે ટકાવી રાખવામાં સફળતા મળી છે. હળવદ પાલિકાની ૨૮ બેઠકોમાંથી ભાજપ ૧૮ બેઠક જયારે કોંગ્રેસને ૧૦ બેઠકો પર જીત મળી છે. ભાજપે આ ત્રણ જીલ્લામાં ભલે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હોય પરંતુ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અપસેટ સર્જાયો હતો જેમાં સલાયા નગરપાલિકા ગુમાવવાનો વારો આવ્યો હતો ગત નગરપાલિકામાં જ્યારે કોંગ્રેસને એકપણ બેઠક મળી ના હતી પરંતુ આજે મત ગણતરીમાં સલાયા પાલિકામાં કોંગ્રેસને ૨૪ જ્યારે ભાજપને માત્ર ૪ બેઠકો મળી હતી જ્યારે ભાજપના ગઢ દ્વારકા નગરપાલિકા અને ભાણવડમાં ભાજપે આસાન જીત મેળવી લીધી છે. જેમાં દ્વારકામાં ભાજપને ૨૫ બેઠક અને અપક્ષને ત્રણ બેઠકો મળી છે તો કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી તેમજ ભાણવડ પાલિકામાં ભાજપને ૧૬ અને કોંગ્રેસને ૦૮ બેઠકો મળી છે.
news gujarat civic poll

ગુજરાત વિધાનસભામાં ભાજપે મુશ્કેલીથી જીત મેળવી હતી અને ગ્રામ્ય પંથકમાં ભાજપનો રકાસ થયો હતો અને ચાર મહાનગરોની બેઠકોને સહારે ભાજપ વિધાનસભા ચૂંટણી જીતી શક્યું હતું ત્યારે મહાનગરો ઉપરાંત નાના શહેરોમાં પણ ભાજપમાં મતદારોનો વિશ્વાસ અકબંધ છે તેમ કહી શકાયWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Gujarat Civic Result - એકવાર ફરી ભગવો લહેરાયો, BJP 44-Cong-17 અને અન્યને 5 સીટ

ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી હવે નગરપાલિકા ચૂંટણીમાં બીજેપી અને કોંગ્રેસ સામ સામે છે. ...

news

બજેટ સત્રના પહેલાં જ દિવસે કોંગ્રેસ આકરા પાણીએ, પાણી વગરના રુપાણી રાજીનામું આપે તેવા સુત્રોચ્ચાર

વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થતાંની સાથે જ પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો કરવામાં ...

news

અમદાવાદની એક હોટલમાં પત્નીને અન્ય પુરૂષ સાથે રંગરેલિયા મનાવતી જોઈ પતિએ આ પગલું ભર્યુ

ગુજરાતની રાજધાની અમદાવાદમાં રવિવારે એક પતિએ હોટલમાં પોતાની પત્નીને અન્ય પુરૂષ સાથે પકડી ...

news

ઊંઝામાં કર્મશિલ ભાનુભાઈની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં દલિતો જોડાયા

પાટણ કલેકટર કચેરી ખાતે સમીના દુદખાના દલિત પરિવારની જમીન મુદ્દે ઊંઝાના ભાનુભાઈ વણકરે ...

Widgets Magazine