ભગવાન વિષ્ણનો કલ્કિ અવતાર હોવાનો દાવો કરનાર અધિકારીને સરકારની નોટિસ

મંગળવાર, 12 જૂન 2018 (14:37 IST)

Widgets Magazine


પોતે ભગવાન હોવાનો દાવો કરનારા સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીના સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર રમેશચંદ્ર ફેફરને સરકારે નોટિસ ફટકારી છે. પોતાના અટપટા નિવેદનોથી ચર્ચામાં આવનારા મૂળે રાજકોટના રમેશચંદ્ર ફેફર વડોદરા સ્થિત પુનઃ વસવાટ એજન્સીમાં ફરજ બજાવે છે.છેલ્લા ૮ મહિનાના સમયગાળામાં માત્ર ૧૬ દિવસ નોકરી પર હાજર રહેનારા રમેશચંદ્ર ફેફરને ઉપરી અધિકારીઓએ શો કોઝ નોટિસ ફટકારી હતી.રમેશચંદ્ર ફેફરે તેના જવાબમાં જણાવ્યું હતું કે હું તો ભગવાન વિષ્ણનો દસમો અવતાર છું.મારે મારી નોકરીમાં સમય પસાર કરવાનો હોય કે દેશને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓમાંથી બચાવવા માટે ઘરે બેસીને મેડિટેશન કરવાનુ હોય? ફેફરે પોતાના જવાબમાં પોતે જગદંબા માતાના પરમ ભક્ત હોવાનો અને મારી ભક્તિના કારણે જ ગુજરાતમાં દુષ્કાળ નહી પડયો હોવાનો પણ દાવો કર્યો હતો. રમેશચંદ્રના આ પ્રકારના જવાબથી સ્તબ્ધ થઈ ગયેલા સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીના કમિશ્નર(પશ્ચિમ) દ્વારા આ અંગે સરકારને જાણ કરવામાં આવી હતી.સૂત્રોનુ કહેવુ છે કે રમેશચંદ્ર ફેફરને હવે સરકારે નોટિસ ફટકારીને બેજવાબદાર વર્તણૂંક અંગે ખુલાસો કરવા માટે આદેશ આપ્યો છે.સરકાર દ્વારા આ અધિકારી જે જવાબ મોકલશે તેના આધારે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

પાકિસ્તાનથી આવેલા પત્રથી પરિવારમાં આભ ફાટ્યું, પરિવારે કેન્દ્ર સરકારને શું કરી વિનંતી

પાકિસ્તાનની લાડી જેલમાં એક ભારતીય માછીમારનું મોત થયુ પણ છેલ્લા ત્રણ મહિનાથી માછીમારનો ...

news

UPSC વગર સરકારી અધિકારી બનાવવાનો અમલ ગુજરાતમાં તૈયારી શરૂ

વડાપ્રધાન મોદીએ સરકારી નોકરી માટે તૈયાર કરેલા નવા નિયમને અપનાવવામાં ગુજરાત દેશનું પ્રથમ ...

news

પૂર્વ ધારાસભ્યનાં ભત્રીજાની અશ્લીલ ક્લીપ બનાવી 10 કરોડની ખંડણી માંગનાર મહિલાની ધરપકડ

પૂર્વ ધારાસભ્યનાં ભત્રીજાની અશ્લીલ ક્લીપ બનાવી 10 કરોડની ખંડણી માંગનાર મહિલાની ...

news

વડોદરામાં ડોક્ટરની કામ લીલામાં નવો ખુલાસો, કમ્પાઉન્ડરે તબીબની કામલીલાના 135 વીડિયો બનાવ્યા હતા

વડોદરાના અનગઢના તબીબ ડોક્ટર પ્રતિક જોશીના કામલીલાના વીડિયો વાયરલ થયા બાદ એક પીડિત મહિલાએ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine