જાણો વિજય રૂપાણી આખરે વિજય મોદી કેવી રીતે બની ગયાં.

મંગળવાર, 13 માર્ચ 2018 (11:53 IST)

Widgets Magazine
vijay rupani


સુરતમાં એક અઠવાડિયા પહેલાં મહિલા દિવસની ઉજવણી માટે લાગેલા હોર્ડિગ્સનો વિવાદ થયો છે. એક સપ્તાહ પહેલાં નાનપુરા વિસ્તારમાં લાગેલા બોર્ડમાં જ બદલી કાઢવ્માં આવ્યું છે. મુખ્યમંત્રી તરીકે વિજય રૃપાણીને બદલે વિજય મોદી લખાયેલું હોવાનો ફોટો દિવસ દરમિયાન શોશ્યલ મિડિયામાં હોટ બન્યો હતો. આજે દિવસ દરમિયાન શોશ્યલ મિડિયામાં વિકાસ ગાંડો થયો કે સરકારી તંત્ર એવું લખાવીને સુરતમાં લાગેલા હોર્ડિગ્સનો વિવાદી ફોટો મુકવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેના કાર્યક્રમની સરકારની જાહેરાત માટે નાનપુરા વિસ્તારમાં હોર્ડિગ્સ મુકવામાં આવ્યું હતું. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા નીચે નરેન્દ્ર મોદી અને ગુજરાતન મુખ્મંત્રી વિજય રૃપાણીના ફોટા નીચે વિજય રૃપાણીને બદલે વિજય મોદી લખવામાં આવ્યું છે. મહિલા દિવસની ઉજવણી પહેલાં લગાયેલા સરકારી જાહેરાતના આ હાર્ડિગ્સમાં મુખ્યમંત્રીની અટક બદલી નાંખવામા ંઆવી છે. અઠવાડિયાથી આ હોર્ડિગ્સ લાગ્યું હોવા છતાં કોઈનું ધ્યાન ગયું ન હતું આજે શોશ્યલ મિડિયાના કારણે આ હોર્ડિગ્સ ચર્ચામાં આવ્યું છે. લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે સરકારી તંત્ર હજી મોદીને વડા પ્રધાન નહીં મુખ્યમંત્રી જ ગણી રહ્યાં હોવાથી આવી ભુલ કરી રહ્યું છે. વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વાર સુરત આવતાં હતા ત્યારે પણ નરેન્દ્ર મોદીને આવકારતા હોર્ડિગ્સમાં વડા પ્રધાનને બદલે મુખ્યમંત્રી લખી દેવાતા વિવાદ ઉબો થયો હતો. આ વખતે મુખ્યમંત્રી વિજય રૃપાણીને વિજય મોદી બનાવી દેવાતા વિવાદ ઉભો થયો છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Board Exam - દાહોદમાં 10મા ધોરણનું ગુજરાતીનું પેપર લીક થયું

દાહોદ શહેરમાં મદ્રેસા મહોમ્મદિયાહ એન્ડ પંજતનિયાહ સોસાયટી સંચાલિત એમ એન્ડ પી હાઇસ્કુલમાં ...

news

જયા બચ્ચન પર વિવાદાસ્પદ નિવેદન, ચારેબાજુથી ઘેરાયા બીજેપી નેતા નરેશ અગ્રવાલે ખેદ પ્રગટ કર્યો.

ભાજપમાં સામેલ જોડાયા પછી અભિનેત્રી જયા બચ્ચન પર વિવાદાસ્પદ નિવેદન આપનાર સમાજવાદી પાર્ટીના ...

news

નેપાળમાં બાંગ્લાદેશી વિમાનનુ ક્રૈશ લૈડિંગ, ઓછામાં ઓછા 38 લોકોના મોત

નેપાળની રાજધાની કાઠમાંડૂમાં બાંગ્લાદેશની એક ખાનગી એયરલાઈન યૂએસ-બાંગ્લાના દુર્ઘટનાગ્રસ્ત ...

news

રાજ્યસભા ચૂંટણી - ચાર બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના 3-3 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના બે-બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે, ...

Widgets Magazine