મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (09:53 IST)

ભાજપ સરકારને વિરોધની બીક લાગે છે, ડભોઈમાં મોદીના કાર્યક્રમમાં પોલીસે મહિલાઓની કાળી ઓઢણી ઉતરાવી

ડભોઇ ખાતે વડાપ્રધાન મોદી આજે નર્મદા યોજનાનું લોકાર્પણ કરશે. મોદી જ્યાં સંબોધન કરવાના છે તે સ્થળ પર મહિલાઓને પોલીસના ખરાબ વર્તનનો ભોગ બનવુ પડ્યુ હતું. વિરોધ પ્રદર્શનના ડરથી કાર્યક્રમમાં ભાગ લેવા આવેલી મહિલાઓની કાળી ઓઢણી અને સ્કાર્ફ મહિલા પોલીસે ઉતરાવી લીધા હતા. જેથી મહિલાઓએ ઓઢણી વગર જ કાર્યક્રમમાં બેસવાની ફરજ પડી હતી. તો કેટલીક મહિલાઓ ઓઢણી ન હોવાથી કાર્યક્રમ સ્થળની બહાર જ બેસી રહી હતી. આ કાર્યક્રમમાં જનમેદની માટે ડભોઇ અને વડોદરા આસપાસની મહિલાઓને એકત્ર કરવામાં આવી હતી. પરંતુ જે મહિલાઓ કાર્યક્રમમાં કાળી ઓઢણી પહેરીને આવી હતી. તે મહિલાઓ પાસેથી મહિલા પોલીસે ઓઢણી લઇ લીધી હતી. કેટલીક મહિલાઓ પાસેથી તો પોલીસે રીતસરની ઓઢણીઓ ખેંચી લીધી હતી. જેથી મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલી મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. કેટલીક મહિલાઓ અન્ય પાસેથી ઓઢણી મેળવીને કાર્યક્રમમાં પહોંચી ગઇ હતી. પરંતુ કેટલીક મહિલાઓ ઓઢણીના અભાવે કાર્યક્રમ સ્થળની બહાર જ ઉભી રહી ગઇ હતી.