Widgets Magazine
Widgets Magazine

જાણો ચૂંટણી પંચે ભાજપના બે ધારાસભ્યોને કેમ ક્લિન ચીટ આપી?

ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (16:34 IST)

Widgets Magazine


હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા અને સંતરામપુરના ધારાસભ્ય કુબેરસિંહ ડિંડોરને ઈલેક્શન કમિશને તપાસ બાદ ક્લીન ચીટ આપી દીધી છે. બંને પર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં પ્રમાણ કરતાં વધુ ખર્ચ કરવાનો આરોપ હતો. ભાજપના બે ધારાસભ્યો હિંમતનગર બેઠકમાંથી રાજેન્દ્રસિંહ ચાવડાએ 33.78 લાખ અને સંતરામપુર બેઠકમાંમાંથી કુબેર ડીંડોર 28.95 લાખ એમ નિર્ધારીત મર્યાદા કરતા વધુનો ચૂંટણી ખર્ચ કર્યો છે.

ચૂંટણી પંચના નિયમ અનુસાર ચૂંટણીના પરિણામ જાહેર થયાના 30 દિવસમાં પ્રત્યેક ધારાસભ્યે પોતાના ચૂંટણીખર્ચની વિગત દર્શાવવી પડે છે. ગુજરાતના ધારાસભ્યો માટે આ ડેડલાઇન 17 જાન્યુઆરીની હતી. નિયમ અનુસાર કોઇપણ ધારાસભ્યને નિર્ધારીત મર્યાદા કરતા વધુ ચૂંટણી ખર્ચની મંજૂરી નથી. પરંતુ કોઇ ધારાસભ્ય મર્યાદા કરતા વધુ ચૂંટણી ખર્ચ કરે તો તેને લોકપ્રતિનિધિત્વ ધારાના 123(6) હેઠળ ભ્રષ્ટ નીતિ ગણવામાં આવે છે પંચને ગેરલાયક ઠેરવવાની સત્તા રહેલી છે. જો આમ થાય તો પેટાચૂંટણી આવી શકે છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગાંધીજીના જન્મસ્થળ કિર્તિ મંદિરમાં મહંમદઅલી જીન્હાની તસ્વીરોથી વિઝીટ બુકમાં ઠલવાતો કચવાટ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર દેશ વિદેશનાં હજારો પ્રવાસીઓ માટે ...

news

વિધાનસભાની 10 સીટો પર ફરી ચૂંટણી કરવાની માંગ સાથે હાઈકોર્ટમાં પિટીશન

ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં હારેલા અને ચૂંટણી નહી લડી શકેલા ...

news

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો પર ‘ઓબ્ઝર્વર'ની બાજ નજર રહેશે

રાજ્ય વિધાનસભાના બજેટ સત્રનો આગામી ૧૯ ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર સત્ર ...

news

ફી નિયમન કાયદાના અમલના માર્ગદર્શન માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં

ફી નિયમન એક્ટ અંગે સુપ્રીમ કોર્ટે ૧ ફેબ્રુઆરીએ આપેલા આદેશ પછી તેનો કેવી રીતે અમલ કરવો તે ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine