ગુજરાતમાં છોટુ વસાવાના એક મતે બિહારના રાજકારણમાં ધમાલ મચાવી

શનિવાર, 12 ઑગસ્ટ 2017 (14:42 IST)

Widgets Magazine
amit shah


રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવા માટે અહેમદ પટેલને મળેલો એક મત એ જનતા દળ (યુ)ના ધારાસભ્ય છોટુભાઇ વસાવાનો હતો. આ મતે અહેમદભાઇ પટેલને ફરી એકવાર રાજકીય જીવન દાન આપ્યુ. અહેમદભાઇ પટેલને મત આપવા માટે છોટુ વસાવાએ જનતા દળ (યુ)ની સામે બાથ ભીડીને શરદ યાદવ સાથે વફાદારી નિભાવી હતી. જનતા દળ (યુ)ના આ મત બાદ બિહાર જનતા દળ (યુ)માં રાજકિય ઘમસામ મચી ગઈ છે.

રાજ્યસભાની ચૂંટણીમાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ એક મત (બિન કોંગ્રેસી)થી વિજેતા બન્યા હતા. આ મત કોણે આપ્યો તેના અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા હતા. જેમાં કોંગ્રેસના નેતાઓના કહેવા મુજબ આ મત જનતા દળ (યુ)ના ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ આપ્યો હતો. કારણે કે, છોટુભાઇ વસાવા અને અહેમદભાઇ વચ્ચે વર્ષોથી વ્યક્તિગત સંબધો છે. આ ઉપરાંત છોટુભાઇ વસાવા શરદ યાદવની ઘણા નજીક અને ખાસ છે. બિહારમાં નિતીશ કુમારે ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર રચી તેનાથી શરદ યાદવ જુથ નારાજ થયુ હતુ. તેના ભાગ રૂપે છોટુભાઇ વસાવાએ નિતીશકુમારે આપેલા વ્હિપનો ભંગ કરીને ભાજપના બદલે કોંગ્રેસના ઉમેદવારને મત આપ્યો હતો. અહેમદ પટેલને હરાવવા માટે ભાજપ અને શંકરસિંહે સાથે મળીને તડજોડની રાજનીતિ કરી હતી. જે છોટુ વસાવાના એક મતે ઉધી કરી નાખી હતી. છોટુ વસાવાના એક મતથી ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલ-પાથલ થઇ ગઇ હતી. અને તેના પડઘા બિહારમાં જનતા દળ (યુ)ના બે નેતાઓ નિતીશ કુમાર અને શરદ યાદવ વચ્ચે પણ પડ્યા હતા.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

૧૫મી ઑગસ્ટ બાદ ગુજરાત 'ચૂંટણી મોડ'માં મુકાશે, બંને પક્ષો જીતના ઉત્સાહથી પ્રચાર કરશે

રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં જે પ્રકારની રસાકસી જોવા મળી છે તે ...

news

કોંગ્રેસના ૧૩ બળવાખોર MLAને ભાજપની ટિકિટ મળવાથી કાર્યકરોમાં અસંતોષ

રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાંથી બળવો કરનારા ૧૩ ધારાસભ્યો એ અત્યારે તો તેમના ...

news

ગુજરાતમાં પણ ચોટલી કાંડ વધી રહ્યો છે. તાજી ઘટના અમદાવાદમાં બની

મહિલાઓની ચોટલીઓ કપાવવાની ઉપરાછાપરી બની રહેલી ઘટના રાજ્યમાં દહેશતનો માહોલ સર્જી રહી છે. ગઈ ...

news

યુપી- 15 ઓગસ્ટના દિવસે મદરેસામાં રાષ્ટ્રગીત વગાડવા અને તિરંગા લહેરાવવાના આદેશ

ઉત્તરપ્રદેશમાં 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે તમામ મદરેસામાં રાષ્ટ્રગીત વગાડવા અને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine