રાજકોટમાં ઈન્દિરા ગાંધીના હાથમાં બે દિવસથી કોઈ વેફરનું પડીકું પકડાવી જાય છે.

indira gandhi
Last Modified બુધવાર, 18 ઑક્ટોબર 2017 (12:13 IST)
ગુજરાતમાં ચૂંટણી આવી હવે રાજકિય પક્ષો પણ ઈતિહાસ સાથે રમત રમી રહ્યાં છે. એનું એક ઉદાહરણ હમણાં જ વિવાદ જગાવી ગયું. ગાંધીજીની પ્રતિમા પર કોઈએ ભગવો કલર કરીને ગાંધીજીના નામે વિવાદ જગાવ્યો હતો. ત્યારે હવે ફરીવાર આવું જ કંઈક ઈન્દિરા ગાંધીની પ્રતિમા સાથે થયું છે. રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર ઇન્દિરા સર્કલમાં મુકાયેલા ઇન્દિરા ગાંધીના સ્ટેચ્યૂના હાથમાં કોઇ વેફરનું પડીકું પકડાવી ગયું હતું! ટ્રાફિકથી ધમધમતા અને જ્યાં સવારથી રાત સુધી ટ્રાફિક પોલીસ પણ તૈનાત હોય સાથેસાથે સીસીટીવી કેમેરા પણ હોવા છતાં આવી હરકત કોઇ કેમ કરી ગયું,

સીસીટીવીના આધારે ટિખળખોરને પકડીને તેની સામે કડક પગલાં લેવાની માગણી સાથે કોંગ્રેસના આગેવાનોએ ભાજપના બેનર ફાડ્યા હતા. બીજા દિવસે પણ કોઇએ ફરી આવી જ ટીખળ કરી સ્ટેચ્યૂના હાથમાં કોથળી લટાવી હતી. જેને પગલે કોંગ્રેસ રોષે ભરાઇ હતી. ઇન્દિરા સર્કલ પર મુકાયેલા ઇન્દિરા ગાંધીના સ્ટેચ્યૂ સાથે અગાઉ પણ ચેડાં થયા હતા. રોડ પર સતત ટ્રાફિક હોવા છતાં પ્રકારના ચેડાં થતા રહે છે. મંગળવારે ફરી ઘટના બની હતી. કોઇ ઇન્દિરા ગાંધીના હાથમાં વેફરનું પડીકું પકડાવી ગયું હતું. કોંગ્રેસના એક આગેવાન ચોકમાંથી નીકળતા તેમનું ધ્યાન પડ્યું હતું. દરમિયાન વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, કોર્પોરેટર વિજય વાંક, મનસુખ કાલરિયા, કનકસિંહ સહિતના ઇન્દિરા સર્કલ દોડી ગયા હતા અને ત્યાં ચોકમાં ધરણાં ઉપર ઉતરી ગયા હતા. સીસીટીવી કેમેરાના આધારે ટિખળખોરને પકડીને તેની સામે કડક પગલાં લેવાની માગણી સાથે કોંગ્રેસે ભાજપના બેનરો ફાડ્યા હતા. આ પગલે કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધર્યાનું જાણવા મળ્યું હતું.


આ પણ વાંચો :