રાજ્યમાં ૧૧૨૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન: સરેરાશ ૭૫ ટકાથી વધુ મતદાન

સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (13:46 IST)

Widgets Magazine
gujarat election


રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમવાર ૧૪૨૩ ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેમાં ૨૪૧ ગ્રામ પંચાયતો સમરસ થતા ૧૧૨૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી આજે રવિવારે એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. આ ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ-કોંગ્રેસને રાજકીય વિચારધારાને વિસ્તારવા અને આગામી ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે માર્ગ કંડારવા સ્થાનિક સ્વરાજ્યની પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી મહત્ત્વરૂપ બની રહી છે ત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પણ પક્ષની વિચારધારાને વરેલા ઉમેદવારો ચૂંટાઈ આવે તે માટે ભાજપ-કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું હતું. આજે રવિવારે ૧૧૨૯ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૫૯૨૮ સરપંચપદના ઉમેદવારો માટે રસાકસીભર્યો જંગ ખેલાયો હતો. ૫૯૨૮ સરપંચપદના ઉમેદવારો અને ૬૦૪૯ વોર્ડના કુલ ૨૦ હજારથી વધુ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થયા હતા. ચૂંટણીમાં સુરક્ષાની જવાબદારી સ્થાનિક પ્રશાસનને સોંપવામાં આવી હતી.

વડોદરા, નવસારી, બોટાદ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, જામનગર, અમરેલી, સુરત અને દાહોદ સહિતના જિલ્લાઓની ૧૧૨૯ ગ્રામપંચાયતોની ચૂંટણીમાં આજે સવારથી મતદારોની લાંબી લાઇનો જોવા મળી હતી. જોકે બપોરના ૩ વાગ્યા સુધીમાં સરેરાશ ૭૧ ટકા મતદાન નોંધાયું હતું. બપોર બાદ પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ મતદાન મથકો પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રાજ્ય ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ તાજા સમાચાર મોદી Gujarati Samachar Gujarati News Gujrati News Gujarat News Gujarati News Paper Gujarati News Live News In Gujarati Latest Gujarati News Gujarati Breaking News Daily Gujarati News Latest Gujarati News Online Latest Gujarati News Live National News In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અનામત આંદોલન વખતના પોલીસ કેસો પરત નહીં ખેચાતા આંદોલનની ચીમકી

વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ સરકારે એવુ વચન આપ્યુ હતુંકે,અનામત આંદોલન વખતના તમામ પોલીસ ...

news

ગુજરાતમાં હવે સંતાનમાં પુત્ર કરતા પુત્રીને પસંદ કરવાના પ્રમાણમાં વધારો

થોડા વર્ષ અગાઉ પુત્રી કરતા પુત્રના જન્મને વધુ પસંદ કરવામાં આવતો હતો. પરંતુ હવે સમયનો પવન ...

news

આજી ડેમમાં નીર ખૂટ્યાં, 31 માર્ચ સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું

રાજકોટ શહેરમાં જનતાની જીવાદોરી સમાન આજીડેમમાંથી પાણી આપવામાં આવે છે. મુખ્યપ્રધાન રૂપાણીએ ...

news

રાજકોટમાં ચલણી નોટોનો વેપલો, 100ની નોટ માટે 1 લાખની બોલી બોલાઈ

દેશના ચલણી નાણાને તેની વેલ્યૂ કરતા વધુ કિંમતે વ્યવહાર રાજકોટમાં ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine