નળ સરોવર તથા થોળના તળાવમાં ફ્લેમિંગોની સંખ્યા ઘટી: પક્ષીઓની ગણતરીમાં ઘટસ્ફોટ

સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (13:07 IST)

Widgets Magazine
nal sarovar


જિલ્લામાં આવેલા તથા શહેર નજીક આવેલા થોળના તળાવમાં શિયાળામાં આવતા વિદેશી પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. આ વર્ષે બ્લેક નેક ગ્રીબ એટલે કે ડુબકી, તેજપર નામનું પક્ષી, વ્હાઈટ ટેલ લેફ્ટ વીંગ જેવા નવા પક્ષીઓ જોવા મળ્યા હતા. જોકે, આ વર્ષે ફ્લેમિંગો ખાસ જોવા મળ્યા નથી, પરંતુ ઉનાળામાં તેમની સંખ્યા વધે તેવો અંદાજ છે. આ ઉપરાંત સુરક્ષામાં પણ વધારો કરાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નળ સરોવર ખાતે બે દિવસીય પક્ષી ગણતરી કરવામાં આવી હતી. અંદાજે ૧૦૦ થી વધુ વન વિભાગના અધિકારી અને પક્ષીવિદોએ ગણતરી કરી હતી. વિદેશી અને સ્થાનિક પક્ષીઓના ઘર અને પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર એવા થોળ અને નળ સરોવરમાં વન વિભાગે બે દિવસ સુધી પક્ષીઓની ગણતરીનું આયોજન કરાયું હતું.

દર બે વર્ષે આ પ્રકારે પક્ષીઓના વ્યૂના આધારે ટેલીસ્કોપ જેવા સાધનોના ઉપયોગથી સંખ્યાનો અંદાજ આવે છે, જેમાં ૧૦૦થી વધુ લોકો આ કામમા જોડાયા હતા. આ વર્ષે બ્લેક નેક ગ્રીબ એટલે કે ડુબકી, તેજપર નામનું પક્ષી, વ્હાઈટ ટેલ લેફ્ટ વીંગ જેવા નવા પક્ષીઓ આ વખતે જોવા મળ્યા હતા. જોકે, આ વર્ષે ફ્લેમિંગો ખાસ જોવા મળ્યા નથી, પરંતુ ઉનાળામાં તેમની સંખ્યા વધે તેવો અંદાજ છે. આ સમગ્ર સરોવરની અને વિદેશી પક્ષીઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમા વન વિભાગના સ્ટાફ સાથે સરકાર તરફથી એસઆરપીના ૫૦ હથિયારધારી જવાનો પણ આપવામાં આવ્યા છે. જેઓ દિવસરાત સતત પેટ્રોલિંગ કરીને પક્ષીઓને બચાવે છે. ગત વર્ષની વાત કરીએ તો ૨૦૦થી પણ વધુ પ્રજાતિના ૩ લાખથી પણ વધારે પક્ષીઓ જોવા મળ્યા હતા. આ વખતે પણ સંખ્યા વધે તેવી આશા છે અને આ પ્રકારે ઉનાળામાં પણ ફરી પક્ષી ગણતરી કરવાની વિચારણા થઈ રહી છે. શિયાળામાં નળ સરોવર અને થોળના તળાવમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. તેમજ તેમને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
નળ સરોવર થા થોળના તળાવમાં ફ્લેમિંગોની સંખ્યા ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર વ્યાપાર સમાચાર Gujarati Website Gujarat News Gujarat Samachar Gujarati Webdunia Local News Gujrat Samachar Gujrati Samasar Live Gujarati News News In Gujarati Gujarati Headline Today Gujarati News Live

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જાતિના ખોટા પ્રમાણપત્રોથી લેવામાં આવેલી નોકરીઓ રદ થશે - ગણપત વસાવા

સુરત ખાતે વનમંત્રી ગણપત વસાવાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જાતિના પ્રમાણ પત્ર ...

news

લોકોના પ્રશ્નો વિપક્ષ કાર્યાલય સુધી પહોંચે માટે કોંગ્રેસ પાવર મિનિસ્ટ્રી સામે પિપલ મિનિસ્ટ્રી રચશે

ભાજપ સરકારના વિવિધ ખાતાઓની કામગીરી પર બાજનજર રાખવા કોંગ્રેસે શેડો મિનિસ્ટ્રી રચવા આયોજન ...

news

સ્માર્ટસિટી માટે ગુજરાતને અત્યાર સુધીમાં માત્ર 509 કરોડ રૂપિયા જ મળ્યાં

યુનિયન અર્બન ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર ગુજરાતને 6 સ્માર્ટ સિટીના વિકાસ માટે ...

news

દક્ષિણ ગુજરાતના સરહદી ગામડાઓમાં કરા પડ્યાં

દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્રની હદમાં આવેલા ગામોમાં વહેલી સવારે કમોસમી વરસાદ સાથે જોરદાર કરા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine