મંગળવાર, 9 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (12:12 IST)

સાંજે નવા મંત્રીઓનાં નામ થશે જાહેર- મંત્રીમંડળમાં 60 ટકા નવા ચહેરાઓને આપશે મોકો, સીનિયર નેતાઓને કરી દેશે ઘરભેગા

The names of the new ministers will be announced in the evening
દિલ્હીથી યાદી આવે પછી જાહેરાત-  નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, બાવળિયા, જવાહર ચાવડા, ઇશ્વર પરમાર નામ પર કાતર ફેરવવામાં આવી છે જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓમાં બચુ ખાબડ, જયદ્રથસિંહ પરમાર, વાસણ આહીર, વિભાવરી દવે, રમણ પાટકર, કિશોર કાનાણી, યોગેશ પટેલ કપાઈ જશે.
 
જ્યારે કેબિનેટ મંત્રીઓમાં પ્રદીપસિંહ, આત્મારામ પરમાર, રાજેન્દ્ર ત્રિવેદી, જિતુ વાઘાણીનાં નામ ઉમેરાશે. ફળદુ, ગણપત વસાવા, દિલીપ ઠાકોર, રાદડિયા રહેશે.
 
રાજ્યકક્ષાના મંત્રીઓમાં બચુ ખાબડ, જયદ્રથસિંહ પરમાર, વાસણ આહીર, વિભાવરી દવે, રમણ પાટકર, કિશોર કાનાણી, યોગેશ પટેલ કપાઈ જશે
આ નવા ચહેરાઓનો મંત્રીમંડળમાં સમાવેશ થવાની શક્યતા, હાલના કેટલાક મંત્રીને પ્રમોશન મળશે