શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : ગુરુવાર, 11 જાન્યુઆરી 2018 (10:11 IST)

રસોઈ ટિપ્સ - રસોડાની રાણી બનવા યાદ રાખો થોડીક ટિપ્સ

દહીં મેળવતી વખતે નાળિયેરના ટુકડા નાંખવાથી તે બે-ત્રણ દિવસ સુધી ખાટું નહિ થાય
.
ભાત વઘ્યો હોય તો તેમાં રવો, મીઠું, ખાટું દહીં અને ગરમ પાણી મિક્સ કરીને મિક્સરમાં પીસી લેવું. આ મિશ્રણમાંથી ઈડલી સારી બને છે.
 
વધેલા ભાતમાં સફેદ તલ, આખા ધાણા, જીરૂં, ખાંડ, લાલ મરચાંની ભૂકી, હળદર, ચણાનો લોટ અને મીઠું મિક્ષ કરીને ભજીયા પણ બનાવી શકાય છે.
રાતનું શાક વઘ્યું હોય તો તેને લોટમાં મિક્સ કરીને વેજીટેબલ પરોઠાં બનાવી શકાય.
 
પલાળેલી અડદની દાળ વધી હોય તો, તેમાં અડધો કપ દૂધ અને ૫૦ ગ્રામ માખણ નાંખીને બાફ લેવી. તેમાં મીઠું, ડુંગળી, લસણ, આંદુ, લીલા મરચાં અને થોડો ગરમ મસાલો નાંખીને વઘાર કરવો. સ્વાદિષ્ટ દાલમખની તૈયાર થઈ જશે.
 
માવાની મીઠાઈ વધી હોય તો તેનો ભૂકો કરી ઘીમાં તે ભૂકાને શેકી લેવો. આ ભૂકાને મેંદો કે લોટની પૂરીમાં ભરીને મીઠાં ધૂઘરા બનાવવા.
 
ચણા મસાલાની ગ્રેવી વધી હોય તો તેમાં બાફેલા પાસ્તા, મીઠું અને લીલું મરચું મિક્સ કરીને સ્પાઈસી ચણા પાસ્તા બનાવી શકાય.
વધેલા ગાજરના હલવાને પૂરીમાં ભરીને મીઠી પૂરી બનાવી શકાય
 
બ્રેડની સ્લાઈસ પર શિમલા મરચાં, ડુંગળી અને ચીઝને ખમણીને મૂકવા અને ઓવનમાં બેક કરી લેવી. સ્વાદિષ્ટ બ્રેડ પિઝા તૈયાર થઈ જશે.