શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (13:19 IST)

ગુજરાતમાં બેટી બચાવો અભિયાનને ઠેસ પહોંચી, દીકરીઓની સંખ્યામાં મોટો ઘટાડો ૧૦૦૦ છોકરાઓ દીઠ ૪૮૪ છોકરીઓ

૨૦૦૧ની વસતી ગણતરી અનુસાર ગુજરાતમાં  ૧૦૦૦ છોકરાઓ દીઠ ૮૮૬ છોકરીઓ હતી. આ એક ચિંતાજનક આંકડો હતો અને હજી પણ સ્થિતિ ચિંતાનજક જ છે. ૨૦૦૭ અને ૨૦૧૪ દરમિયાનનો આંકડો સુધર્યો હતો. ત્યારે ગુજરાતમાં ૧૦૦૦ છોકરાઓ દીઠ ૯૦૦ છોકરીઓ જન્મી હતી. પરંતુ ૨૦૧૧-૧૩ અને  ૨૦૧૪-૧૬ દરમિયાન આ આંકડો અત્યંત ચિંતાજનક રીતે ૬૩ પોઈન્ટ્સ ઘટી ગયો હતો. દેશના કોઈ પણ રાજયમાં નોંધાયેલા ઘટાડામાં આ સૌથી મોટો ઘટાડો છે. ૨૦૧૪-૧૬માં ૮૪૮-૧૦૦૦ હતો, જે ૨૦૦૫-૦૭ પછી ગુજરાતમાં  સૌથી ઓછો રેશિયો હતો. નીતિ આયોગના લેટેસ્ટ રિપોર્ટ 'હેલ્ધી  સ્ટેટ્સ, પ્રોગ્રેસિવ ઈન્ડિયા'માં પણ ભારતમાં જાતીય અસમાનતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ચિંતાનજક રીતે આ અસમાનતા વધી રહી છે. રજિસ્ટર  જનરલ એન્ડ સેન્સસ કમિશ્નર ઓફ ઈન્ડિયાની ઓફિસ દ્વારા રીલિઝ કરવામાં આવેલા ૨૦૧૬ના ડેટા અનુસાર ૨૦૧૧-૧૩માં એવરેજ SRB ૯૧૧ રેકોર્ડ હતો, જયારે  ૨૦૧૪-૧૬માં તે ઘટીને ૮૪૮ થઈ ગયો હતો. અર્થાત, ૧૦૦૦ છોકરાઓ દીઠ માત્ર ૮૪૮ જ છોકરીઓ છે. ગુજરાત પછી બીજા ક્રમાંકે રાજસ્થાન આવે છે, જયાં  આંકડો ૩૬ પોઈન્ટ નીચે આવ્યો છે. હરિયાણામાં ૩૨ પોઈન્ટ, દિલ્હીમાં ૩૦ અને હિમાચલ પ્રદેશમાં ૨૬ પોઈન્ટ. જો નેશનલ એવરેજની વાત કરવામાં આવે તો ૨૦૧૧-૧૩  અને ૨૦૧૪-૧૬ દરમિયાન ૧૧ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. આંકડો પહેલા ૯૦૯ હતો જે ઘટીને ૮૯૮ થઈ ગયો. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, આમ તો SRS ડેટા વસતીગણતરીના ડેટા જેટલો સચોટ નથી હોતો, છતાં છોકરીઓની સંખ્યામાં જણાઈ રહેલો ઘટાડો ચિંતાજનક છે.