ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 જાન્યુઆરી 2018 (12:38 IST)

રાજકોટમાં પદ્માવત ફિલ્મ વિરોધમાં અન્ય સમાજે પણ ટેકો જાહેર કર્યો

વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતને રિલીઝ કરવા માટે સુપ્રીમની મંજૂરી મળ્યા બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જો કે રાજકોટમાં ક્ષત્રિય સમાજની લાગણીને માન આપી સિનેમાઘરોના માલિકોએ આ ફિલ્મ રિલીઝ ન કરવાની ખાતરી આપી દીધી છે. છતાં આજરોજ ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સહિતના વિવિધ સમાજની એક ખાસ બેઠક મળી હતી. જેમાં અન્ય સમાજના લોકોએ પણ રાજપૂત સમાજને ટેકો જાહેર કર્યો હતો અને કોઈપણ સંજોગોમાં રાજકોટમાં ફિલ્મ રિલીઝ નહીં થવા દેવાનો કોલ આપ્યો હતો.

શહેરમાં પદ્માવત ફિલ્મ અંગે ગઈકાલે જ થિયેટર માલિકો અને કરણી સેનાના આગેવાનો વચ્ચે બેઠક મળી હતી. જેમાં થિયેટર માલિકોએ આ ફિલ્મ પોતાના થિયેટરમાં નહીં ચલાવવાની ખાતરી આપી હતી. ત્યારે આજરોજ ગરાસિયા બોર્ડિંગમાં તમામ સમજો સાથે રાજપૂત સમાજ દ્વારા એક ખાસ મિટિંગ યોજવામાં આવી હતી. મિટિંગમાં તમામ અન્ય સમાજ દ્વારા પણ રાજપૂત સમાજને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. આ તકે પદ્માવત સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી હતી. પદ્માવત સંઘર્ષ સમિતિના અધ્યક્ષ તરીકે સર્વ સંમતિથી નરેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી હતી.