ગિફટ સિટી ઝડપભેર ફાયનાન્સિયલ વર્લ્ડનું પાવર હાઉસ બની રહ્યું છે : મુખ્યમંત્રીશ્રી

બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (21:42 IST)

Widgets Magazine
gift city

 


મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વાસ વ્યકત કર્યો છે કે ગિફટ સિટી હવે ઝડપભેર ફાયનાન્સિયલ વર્લ્ડનું પાવર હાઉસ બની રહ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તત્કાલિન મુખ્યમંત્રી તરીકે ગિફટ સિટીના નિર્માણથી ગુજરાતને માત્ર નાણાં સંસ્થાઓ જ નહિ પરંતુ કોમોડિટી એકસચેન્જ, શેર ટ્રાન્ઝેકશન્સસ, ડેરીવેટીવ્ઝ અને આંતરરાષ્ટ્રિય સ્ટોક માર્કેટનું હબ બનાવવાનું સેવેલું સપનું હવે સાકાર થયું છે. ગિફટ સિટીમાં યસ બેન્કના IFSC ન્યૂ હેડકવાર્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ સાથે યસ બેન્કના યુ.એસ.ડી. બોન્ડ ઇસ્યુઅન્સ અને આઇ.એન.એકસ.નો બેલ વગાડી શુભારંભ કરાવ્યો હતો.  
news of gujarat

રૂપાણીએ યસ બેન્કને ર વર્ષના ટૂંકા સમયગાળામાં ર બિલીયન અમેરિકી ડોલરના નાણાં કારોબાર માટે અભિનંદન પાઠવ્યા હતા. અન્ય બેન્કો માટે આ ઘટના પ્રેરણારૂપ બનશે તેવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇના નેતૃત્વની કેન્દ્ર સરકારે વર્તમાન બજેટમાં ગિફટ સિટી માટે જે વિશેષ પ્રોત્સાહનો આપ્યા છે તે ગુજરાતને દેશના નવા આર્થિક કેન્દ્રના રૂપમાં વધુ વ્યાપક સ્તરે વિકસીત કરશે. તેમણે જણાવ્યું કે, દેશની કુલ વસ્તીના પાંચ ટકા વસ્તી ધરાવતું ગુજરાત દેશના અર્થતંત્રના વિકાસમાં સાત ટકાથી વધુ યોગદાન આપી રહ્યું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગિફટ સિટી ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર ગુજરાતી ન્યુઝ Gujarat Samachar Gujarati News Ahmedabad News Mehsana News #webdunia Gujarati #gujarati Webdunia #gujarat Samachar #gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જખૌ પાસેથી 7 પાકિસ્તાની ઘૂસણખોરો બોટ સાથે કોસ્ટગાર્ડના હાથે ઝડપાયાં

કચ્છનાં અખાતમાં જખૌ પાસેથી મંગળવારે ઈન્ડિયન કોસ્ટગાર્ડની ‘મીરાંબાઈ’ નામની ઈન્ટરસેપ્ટર ...

news

ગુજરાતમાં સ્ત્રીઓ પર ત્રાસ અને દહેજની માંગણીમાં છ ગણો વધારો

જયારે ગુજરાતમાં ગર્વથી ‘સ્ત્રી સલામત’ની વાતો કરવામાં આવે છે ત્યારે પોલીસ અને ન્યાયતંત્ર એ ...

news

જાણો કેમ AIIMS મેળવવાની સ્પર્ધામાં રાજકોટ કરતા વડોદરા આગળ નીકળ્યુ?

મેડિકલ ક્ષેત્રે દેશની સર્વોચ્ચ સંસ્થા એઇમ્સ(ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સીઝ)ની ...

news

રિવરફ્રન્ટ પર બજરંગદળના કાર્યકરોએ પ્રેમીપંખીડાઓને દોડાવ્યાં

આજે વેલેન્ટાઈન ડે હોવાથી પ્રેમી પંખીડાનો મેળમિલાપ અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળી રહ્યો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine