સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 9 જુલાઈ 2021 (08:57 IST)

Petrol Diesel 9 July: દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિમંતો સૌથી ઉચ્ચ સ્તર પર, જાણો તમારા શહેરનો રેટ

દેશમાં  અડધાથી વધુ  રાજ્યોમાં પેટ્રોલની કિમંત 100 રૂપિયાનો આંકડો પાર કરી ચુકી છે. બે દિવસ સતત વધારા પછી શુક્રવાર પેટ્રોલ-ડીઝની કિમંત સ્થિર રહી. મતલબ કે આજે તેલ કંપનીઓએ કિમંત વધારી નથી. દિલ્હીમાં આજે પેટ્રોલની કિમંત 100.56 રૂપિયા પ્રતિ લીટર અને મુંબઈમાં 106.59 રૂપિયા પ્રતિ લીટર જ છે. બીજી બાજુ દિલ્હીમાં ડીઝલની કિમંત 89.52 રૂપિયા અને મુંબઈમાં 97.18 રૂપિયા છે.  પેટ્રોલિયમ કંપનીઓએ ગુરૂવારે પેટ્રોલની કિમંતમાં 35 પૈસા પ્રતિ લીટર જ્યારે કે ડીઝલમાં નવ પૈસાનો વધારો કર્યો હતો. 
 
1 મે ના રોજ 90.40 રૂપિયા પ્રતિ લીટરની કિમંત રેખાથી શરૂ થઈને હવે રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલની કિમંત 100.56 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. એટલે કે છેલ્લા 70 દિવસમાં 10.16 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો. આ જ રીતે, રાજઘાનીમાં ડીઝલની કિમંત પણ છેલ્લા બે મહિનામાં 8.89 રૂપિયા પ્રતિ લીટર વધીને રાષ્ટ્રીય 89.62 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 33 પૈસા વધીને 97.35 અને ડીઝલનો ભાવ 9 પૈસા વધીને 96.48 પૈસા થયો છે. 
 
સીએનજીની કિમંતમાં પણ વધારો થયો છે. અદાણી કંપનીઈ સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો કરતા લોકો મોંઘવારીના ભાર હેઠળ દબાય રહ્યા છે. અમદાવાદમાં સીએનજીનો ભાવ 68 પૈસા વધ્યો છે. સીએનજીનો નવો ભાવ રૂપિયા 55.30 થયો છે. આ ઉપરાંત ઘર વપરાશના પીએનજીમાં રૂ. 11.43નો વધારો થતા નવો ભાવ રૂપિયા 774.38 પર પહોચ્યો છે. 
 
અન્ય શહેરોમાં પેટ્રોલના ભાવ 
 
કોલકાતામાં આજે પેટ્રોલ 100.62 રૂપિયા અને ડીઝલ 92.65 રૂપિયા પ્રતિ લિટર છે
ચેન્નઇમાં આજે પેટ્રોલ રૂ. 101.37 અને ડીઝલ રૂ 101.37 પ્રતિ લિટર
ભોપાલમાં આજે પેટ્રોલ રૂ. 108.88 અને ડીઝલ 108.88 રૂપિયા પ્રતિ લિટર છે
બેંગલુરુમાં આજે પેટ્રોલ રૂ .103.93 અને ડીઝલ રૂ 103.93
પટણામાં પેટ્રોલ આજે રૂ. 102.79 અને ડીઝલ 95.14 રૂપિયા પ્રતિ લિટર છે
ચંદીગઢમાં આજે પેટ્રોલ 96.70 રૂપિયા અને ડીઝલ 89.25 રૂપિયા પ્રતિ લિટર છે
લખનૌમાં આજે પેટ્રોલ 96.67 રૂપિયા અને ડીઝલ 90.01 રૂપિયા પ્રતિ લિટર છે
રાંચીમાં આજે પેટ્રોલ 95.70 રૂપિયા અને ડીઝલ રૂ 94.58 પ્રતિ લિટર છે