શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 16 નવેમ્બર 2017 (12:18 IST)

કોંગ્રેસ કોના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડશે તે સ્પષ્ટ કરે- અમિત શાહ

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢતાં પૂછયું છે કે કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોના નેતૃત્વ હેઠળ લડવા માગે છે ? ભરતસિંહ સોલંકી કે શક્તિસિંહ ગોહિલ ? કોંગ્રેસનું હાઇકમાન્ડ આબાબતની સ્પષ્ટતા કરે. કેન્દ્રની કે ગુજરાતની કોંગ્રેસ પાસે ચૂંટણી લડવા માટેનો કોઈ એજન્ડા, વિઝન કે સક્ષમ નેતાગારી જ નથી. રાહુલ ગાંધી આજ સુધી એજન્ડા સેટ કરી શક્યા નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં માંડ ૮ થી ૯ કલાક વીજળી મળતી હતી.

ભાજપનાં શાસનમાં ૧૯ હજાર ગામોને ૨૪ કલાક વીજળી ળી રહી છે. કોંગ્રેસની વર્ષોથી જાતિવાદ, વર્ગ વિગ્રહની રાજનીતિનાં કારણે ભૂતકાળમાં અનેક વખત તોફાનો થતા કરફયુ નાખવો પડતો હતો. કેન્દ્રની ભાજપ સરકારે માત્ર ૧૭ દિવસમાં જ નર્મદા ડેમની ઉંચાઇ વધારવાનો નિર્ણય કર્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે, વર્ષોથી સત્તા વિહિન કોંગ્રેસે જાતિવાદનું ઝેર ફેલાવી, વર્ગવિગ્રહ કરાવી સત્તા મેળવવાની જૂની પદ્ધતિ અપનાવી રહી છે. ગુજરાતમાં વિકાસ ગાંડો થયો છે તેવો અપપ્રચાર ફેલાવે છે. ય્જી્ ના નિર્ણયને હજુ પાંચ મહિના જ થયા હોવા છતાં દેશનાં હિતમાં જરૃરી સુધારા કરી દેવાયા છે. અમિત શાહે કોંગ્રેસે સરદાર પટેલને સતત અન્યાય કર્યો હતો. નર્મદા યોજનાઓમાં અંતરાયો ઊભા કર્યા હતા. પાસના નેતામાં સરદાર પટેલનાં ઘશછ હોવાનું જણાવીને લોખંડી પુરુષનું અપમાન કર્યું છે. આવા બેજવાબદાર નિવેદન બદલ શક્તિસિંહે માફી માગવી જોઈએ. અગાઉની ચૂંટણીની જેમ આ વખતે ભાજપ જીતી જશે અને પ્રજા ભાજપને ૧૫૦થી વધુ બેઠકો અપાવશે.