સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 11 જૂન 2018 (15:21 IST)

રોજ એક ઈંડુ ખાશો તો નહી આવે હાર્ટ એટેક

દિલને સ્વસ્થ રાખવા માટે તમારે તમારી ડાયેટમાં ઈંડાનો સમાવેશ કરવો જોઈએ. એક શોધમાં આ વાતનો ખુલાસો થયો છે. એક અઠવાડિયામાં ઓછામાં ઓછા 12 ઈંડા ખવાથી પ્રી-ડાયાબિટીસ કે ટાઈપ 2 ડાયાબીટિસના દર્દીઓમાં દિલ સાથે જોડાયેલી બીમારી હોવાનો ખતરો ઓછો થઈ જાય છે.  ઈંડામાં પ્રોટીન અને 9 અન્ય અમીન એસિડ રહેલા હોય છે. આ સાથે જ તેમા લ્યૂટેનિન નમાનુ ન્યૂટ્રિએંટ પણ રહેલુ છે. જે તમારા મગજને પણ સ્વસ્થ રાખે છે. 
 
શોધમાં એવુ પણ કહેવામાં આવ્યુ છે એક રોજ એક ઈંડુ ખાવાથી દિલ સાથે જોડાયેલી બીમારી થવાનો ખતરો 12 ટકા ઓછો થઈ જાય છે.  એક અભ્યાસમાં 30થી 79 વર્ષ સુધીના ચીની લોકો પર 9 વર્ષ સુધી શોધ કરવામાં આવી જેમા જોવા મળ્યુ કે રોજ એક ઈંડુ ન ખાનારા કરતા જે લોકો રોજ એક ઈંડુ ખાતા હતા તેમને દિલ સાથે જોડાયેલી બીમારીનુ સંકટ ઓછુ હતુ.  રોજ ઈંડા ખાનારા લોકોમાં મગજની નસો ફાટવાનો ખતરો 26 ટકા ઓછો હતો.  બીજી બાજુ દિલની બીમારીથી મરવાનો ખતરો 18 ટકા ઓછો હતો. 
 
વર્લ્ડ  હેલ્થ ઓર્ગેનાઈઝેશનની રિપોર્ટ મુજબ દુનિયામાં દર વર્ષે 17.7 મિલિયન લોકો દિલની બીમારીઓથી માર્યા જાય છે. જેનુ કારણ ધુમ્રપાન કરવુ, કસરત ન કરવી, જમવામાં શાકભાજી અને ફળની માત્રા ઓછી લેવી અને ફાસ્ટફૂડ ખાવુ છે.